Loading...

ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 માર્ચથી 18 માર્ચ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાની સંભાવના છે. આ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 18 માર્ચથી 25 માર્ચ દરમિયાન મેડિટેરેનિયન સાગર નજીકના વિસ્તારો જેમ કે ઈરાન, ઈરાક અને યુએઈમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમનો પ્રભાવ આગળ વધીને ભારતના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભાગો સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાનમાં આ અચાનક બદલાવ કૃષિ ક્ષેત્ર માટે ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને કેરીના પાક પર તેની અસર થવાની શક્યતા છે. આ સમયે કેરીના વૃક્ષોમાં મંજરી આવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી વરસાદ અને ભેજ વધવાથી પાકને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર ખાસ નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

Image Gallery