બાળકોમાં પ્રોટીનની ઉણપ ખુબ જ જોખમરૂપ, લક્ષણો દેખાય તો તરત કરો આ કામ
બાળકોમાં પ્રોટીનની ઉણપ જોખમરૂપ બની શકે, જો સમયસર લક્ષણો ન ઓળખો અને ખાવાપીવા ધ્યાન ન રાખ્યું તો બાળકોમાં પ્રોટીનની ઉણપની હોવાથી તેમના શારીરિક વિકાસ પર અસર પડી શકે છે, બાળકોના સ્વાસ્થના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. ઘણીવાર માતા-પિતા બાળકોના ખોરાકમાં પ્રોટીનની પૂરતી માત્રા છે કે નહીં તેની તરફ પૂરતું ધ્યાન આપતા નથી. પરિણામે ઘણા બાળકોમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસને અસર કરી શકે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ વધતા બાળકો માટે પ્રોટીન અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે શરીરમાં નવી કોષિકાઓ બનવામાં અને મસલ્સના વિકાસમાં પ્રોટીન મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉપરાંત પ્રોટીન ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જો શરીરમાં તેની ઉણપ થઈ જાય તો બાળકના આરોગ્ય પર વિવિધ અસર જોવા મળી શકે છે.
બાળકોમાં પ્રોટીનની ઉણપના લક્ષણો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો બાળકના શરીરમાં પ્રોટીનની ઉણપ થાય તો કેટલાક સ્પષ્ટ લક્ષણો જોવા મળે છે.
- બાળકનો શારીરિક વિકાસ ધીમો પડી શકે છે
- મસલ્સ યોગ્ય રીતે વિકસતા નથી
- બાળકનું વજન સામાન્ય કરતાં ઓછું રહે છે
- ઊંચાઈ વધવાની ગતિ ધીમી પડી જાય છે
- ઈમ્યુનિટી કમજોર થતા બાળક વારંવાર બીમાર પડે છે
- ચામડી સમસ્યાઓ અને વાળ પડવાની સમસ્યા થઈ શકે છે
- બાળકને ઝડપથી થાક લાગે છે અને શરીરમાં નબળાઈ અનુભવાય છે
- બાળકોમાં પ્રોટીનની કમી કેમ થાય છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકોમાં પ્રોટીનની ઉણપનું મુખ્ય કારણ સમયસર ખોરાક ન ખાવો. જો બાળકોને દાળ, લીલી શાકભાજી, દૂધ અથવા ફળો યોગ્ય પ્રમાણમાં ન મળે તો શરીરમાં જરૂરી પ્રોટીન નથી મળતું. આજના આ સમય બાળકોમાં જંક ફૂડ વધારે ખાવા લાગ્યા છે તેના કારણે પોષણયુક્ત ખોરાક ઓછા લેતા હોવાથી પણ આ સમસ્યા વધી રહી છે.
બાળકોને પ્રોટીન ક્યાંથી મળશે?
બાળકોની રોજિંદી ડાયટમાં પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થો ઉમેરવા ખૂબ જરૂરી છે. જેમ કે..
- દૂધ અને દહીં
- વિવિધ દાળ અને કઠોળ
- સમયસર ખોરાક ખાવો
- ઈંડા ખાવા
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકોની ઉંમર પ્રમાણે પ્રોટીનની જરૂરિયાત અલગ હોય છે.
- 1 થી 3 વર્ષ: આશરે 13 ગ્રામ પ્રોટીન દરરોજ
- 4 થી 8 વર્ષ: લગભગ 19–20 ગ્રામ પ્રોટીન દરરોજ
- 9 થી 13 વર્ષ: લગભગ 34 ગ્રામ પ્રોટીન દરરોજ