Loading...

Surya Shani Yuti: 15 માર્ચે 30 વર્ષ બાદ નજીક આવશે પિતા-પુત્ર, સૂર્ય-શનિની યુતિની 3 રાશિઓને પર થશે ખરાબ અસર

શનિ હાલ મીન રાશિમાં બિરાજમાન છે અને 15 માર્ચ 2026 ના રોજ સૂર્યનું ગોચર પણ આ જ રાશિમાં થશે. આવી સ્થિતિમાં પૂરા 30 વર્ષ પછી મીન રાશિમાં સૂર્ય-શનિની યુતિ બનશે, જે અત્યંત દુર્લભ સંયોગ છે.

પંચાંગ અનુસાર, 15 માર્ચ ના રોજ રાત્રે 1:08 વાગ્યે સૂર્ય કુંભ રાશિની યાત્રા પૂર્ણ કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મીન રાશિમાં આવતાની સાથે જ શનિ સાથે સૂર્યની યુતિ સર્જાશે.

સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે, પરંતુ સાથે જ બંને ગ્રહોમાં શત્રુતાનો ભાવ પણ છે. આથી, દુર્લભ હોવા છતાં સૂર્ય-શનિની આ યુતિ કન્યા, ધનુ અને કુંભ રાશિઓ માટે બહુ શુભ રહેશે નહીં.

કન્યા રાશિ- સૂર્ય-શનિની યુતિ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે નહીં. આ યુતિનું નિર્માણ તમારી રાશિથી સાતમા ભાવમાં થશે, જે લગ્ન અને ભાગીદારી સાથે જોડાયેલું છે. આ કારણે દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે જ જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે, તેમણે પણ સાવધાની રાખવી પડશે.

ધનુ રાશિ- સૂર્ય અને શનિની યુતિ તમારી રાશિથી ચોથા ભાવમાં બનશે. આ ભાવ ઘર-પરિવાર, સુખ અને માનસિક શાંતિ સાથે જોડાયેલો છે. આથી, પિતા-પુત્રની આ યુતિને કારણે 15 માર્ચ પછી પારિવારિક વાતાવરણમાં અણબનાવ કે તણાવને લીધે માનસિક અશાંતિ થઈ શકે છે. ખાસ કરીને પિતા-પુત્રના સંબંધોમાં મતભેદ થવાની શક્યતા છે.

કુંભ રાશિ- સૂર્યનું ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં થશે. આ ભાવ પરિવાર અને ધનનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય-શનિની યુતિને કારણે પારિવારિક જીવન અને ધન-સંપત્તિ બાબતે પરેશાનીઓ ઊભી થઈ શકે છે. આ સમયે કોઈપણ મોટો નિર્ણય ખૂબ જ વિચારીને લેવો હિતાવહ છે.

Image Gallery