સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું નામ બદલી “માતૃભૂમિ : મે વોર રેસ્ટ ઇન પીસ” કરવામાં આવ્યું, જાણો કેમ
બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ખૂબ જ જાણીતી ફિલ્મ “બેટલ ઓફ ગલવાન” નું નામ બદલવામાં આવ્યું છે. આ ફિલ્મ હવે “માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ” ના નામ તરીકે રિલીઝ થશે. નિર્માતાઓ દ્વારા ફિલ્મના નવા શીર્ષકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સલમાન ખાનની ફિલ્મનું શીર્ષક બદલાયું
ફિલ્મના નવા શીર્ષકની જાહેરાત સલમાન ખાનના નવા શક્તિશાળી પોસ્ટરના રિલીઝ સાથે કરવામાં આવી છે. આ નવા શીર્ષકની સૌથી મોટી નોંધપાત્ર વિશેષતા તેની ટેગલાઇન છે, “May War Rest in Peace” (યુદ્ધ શાંતિમાં રહે). આ વિચાર સાથે, સલમાન ખાને એક મોટી અને ઊંડે ઉતરે એવું નિવેદન આપ્યું છે. જે ફક્ત સંઘર્ષ અને ઝઘડા વિશે વાત ન કરતાં સમગ્ર વિશ્વમાં શાંતિની આશા સાથે આગળ વધે છે. માહિતી અનુસાર, ફિલ્મનું નામ ચીનના પ્રતિભાવ પરના કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદ પછી બદલાયું છે.