Loading...

ટ્રેડર ઊંઘતો રહ્યો અને AI એ કરી દીધો કમાલ ! માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખના બનાવી દીધા ₹40 લાખ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હવે માત્ર ચેટિંગ પૂરતું સીમિત નથી રહ્યું, પણ તે અબજોપતિ બનાવવાનું મશીન બની રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ X (ટ્વિટર) પર એક ટ્રેડરે કરેલા ખુલાસાએ ફાઈનાન્શિયલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ટ્રેડરના જણાવ્યા મુજબ, તેના AI ટ્રેડિંગ બોટે રાતોરાત તેનું નસીબ બદલી નાખ્યું.

રાત્રે 3:47 વાગ્યે આવ્યો એ ‘ગોલ્ડન’ એલર્ટ!

ટ્રેડરે જણાવ્યું કે જ્યારે તે સૂતો હતો, ત્યારે સવારે લગભગ 3:47 વાગ્યે તેના AI સિસ્ટમે એક એલર્ટ મોકલ્યું. બોટે સંકેત આપ્યો કે અત્યારે માર્કેટમાં $12,000 (આશરે ₹11 લાખ) રોકવાની સુવર્ણ તક છે. ટ્રેડરે અડધી ઊંઘમાં માત્ર ‘ઓકે’ કહીને મંજૂરી આપી અને ફરી સુઈ ગયો.

પરિણામ: જ્યારે તે સવારે જાગ્યો, ત્યારે તેના ખાતામાં $43,800 (આશરે ₹40 લાખ) જમા થઈ ચૂક્યા હતા!

કેવી રીતે કામ કરે છે આ ‘માસ્ટરમાઇન્ડ’ AI?

આ કોઈ નસીબનો ખેલ નહોતો, પણ ડેટાની તાકાત હતી. આ AI એજન્ટ (OpenClaw) ખાસ કરીને Polymarket જેવા પ્રેડિક્શન પ્લેટફોર્મ માટે તૈયાર કરાયો હતો:

  • ગ્લોબલ સ્કેનિંગ: આ બોટ જાપાન સરકારની ફીડ, યુરોપિયન સંસદનું લાઈવ સ્ટ્રીમ અને ઓસ્ટ્રેલિયાના નાણાકીય સમાચાર જેવી હજારો વિગતો સેકન્ડોમાં સ્કેન કરે છે.
  • ટાઈમ-ઝોન આર્બિટ્રેજ: દુનિયાના એક ખૂણે કોઈ ઘટના બને અને તેની અસર માર્કેટમાં દેખાય તે વચ્ચેના સમયગાળાનો આ AI ફાયદો ઉઠાવે છે. એટલે કે, સમાચાર માર્કેટ સુધી પહોંચે તે પહેલા જ AI ટ્રેડ કરી લે છે.
  • લાઈવ ડેટા: ફ્લાઈટ ટ્રેકિંગથી લઈને સેન્ટ્રલ બેંકોની જાહેરાતો સુધીની તમામ માહિતી આ બોટ પાસે લાઈવ હોય છે.

    નાના ટ્રેડ, મોટો નફો

    આ સિસ્ટમ એકસાથે સેંકડો ટ્રેડ કરે છે. ભલે એક ટ્રેડમાં થોડો જ નફો મળે, પણ કલાકમાં હજારો વખત ટ્રેડિંગ થવાને કારણે રકમ લાખોમાં પહોંચી જાય છે. તે લિમીટ ઓર્ડરનો ઉપયોગ કરે છે જેથી જોખમ નહિવત રહે છે.

    જોકે એક્સપર્ટ્સ આ મામલે સાવચેત રહેવાની સલાહ આપે છે, પણ આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે આવનારા સમયમાં ટ્રેડિંગની દુનિયામાં માણસો કરતા AI નું વર્ચસ્વ વધી જશે.

Image Gallery