Loading...

સતત ઘટાડા બાદ આજે સોનાનો ભાવ વધ્યો, જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું?

સતત ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં સહેજ વધારો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ 1,58,240 રુપિયાની આસપાસ પહોંચ્યો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ સહેજ વધારો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે. 

દિલ્હીમાં 18 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,58,240 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,45,060 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,910 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,58,090 છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,44,960 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,58,140 પર પહોંચી ગયો છે.

ચાંદીની વાત કરીએ તો, સ્થિરતાના એક દિવસ પછી, દિલ્હીમાં તેની કિંમત સતત બે દિવસમાં પ્રતિ કિલોગ્રામ ₹5,100 ઘટી ગઈ છે. જોકે તે બાદ ચાંદીના ભાવમાં પણ સહેજ વધારો આવ્યો છે. આજે 18 માર્ચના રોજ ચાંદીનો ભાવ ₹2,75,100 પર ટ્રેડ થઈ રહી છે.

જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

 

Image Gallery