‘સરકે ચુનર તેરી સરકે’ ગીત પર પ્રતિબંધ લાગ્યા બાદ, નોરા ફતેહી રિએક્શન સામે આવ્યું જુઓ વીડિયો
KD The Devil ફિલ્મનું ગીત સરકે ચુનર યુટ્યુબ પર આવતા જ ધમાલ મચી ગઈ હતી. આ ગીતના લિરિક્સ પર ખુબ ધમાલ મચી હતી. હવે આ ગીતને યુટ્યુબપરથી દુર કરવામાં આવ્યું છે. તેમજ સરકે ચુનર ગીત પર બોલિવુડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીએ પણ ખુલાસો કર્યો છે. આજે સંસદમાં પણ આ ગીતના અશ્લીલતા વિવાદનો મામલો ચર્ચામાં આવ્યો હતો. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સદનમાં કહ્યું કે, ગીત પર પ્રતિબંધ લગાવવામાં આવી ચૂક્યો છે. આ સાથે સેંસર બોર્ડને પણ કહ્યું કે, તે નોરા ફતેહી અને સંજય દત્તના આ ગીત વિરુદ્ધ કાર્યવાહી કરે,
કોઈ એવું વિચારે તો પણ નફરત થશે કે હું આ ગીતને સમર્થન આપું છું.ફિલ્મ નિર્માતાઓએ સદભાગ્યે તેને દૂર કરી દીધું છે.હું બધાને વિનંતી કરું છું કે આ ગીત શેર કરવાનું બંધ કરો કારણ કે તમે તેને બિનજરૂરી રીતે પ્લેટફોર્મ આપી રહ્યા છો.બીજી બાજુ, હું જોઉં છું કે તમારામાંથી કેટલાક લોકો આ ગીતનો ઉપયોગ મારા પાત્ર પર હુમલો કરવાની તક તરીકે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છેકોઈપણ રીતે, હું અને મારી ટીમ ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓમાં વધુ સાવચેત રહીશું.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ ‘સરકે ચુનાર તેરી’ ગીત પર વાત કરી
લોકસભામાં બોલિવુડ ફિલ્મના આ ગીત પર પ્રતિબંધ મુદ્દા પર બોલતા અશ્વિની વૈષ્ણવે કહ્યું અધ્યક્ષ જી જે ગીત વિશે માન્યવર સાંસદ મહોદયે કહ્યું તેના પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. તમારા માધ્યમથી કહેવા માંગીશ કે, આપણે ફ્રીડમ ઓફ સ્પીચમાં ભારતના સંવિધાન નિર્માતાઓએ દ્વારા લગાવવામાં આવેલા વાણી સ્વાતંત્ર્ય પરના વાજબી નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. વાણી સ્વાતંત્ર્યનો અર્થ સંપૂર્ણ સ્વતંત્રતા નથી; તે સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં હોવી જોઈએ.