આજે સોનામાં ફરી મોટો ઘટાડો, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત
ગઈકાલના વધારા બાદ આજે સોનાનો ભાવ ઘટી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ 1,57,890 રુપિયાની આસપાસ પહોંચ્યો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટ્યા છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.
દિલ્હીમાં 19 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,57,890 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,44,740 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,590 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,740 છે.
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,44,640 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,790 પર પહોંચી ગયો છે.
ચાંદીની વાત કરીએ તો, સ્થિરતાના એક દિવસ પછી, દિલ્હીમાં તેની કિંમત સતત બે દિવસમાં પ્રતિ કિલોગ્રામ ₹5,100 ઘટી ગઈ છે. જોકે તે બાદ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે 19 માર્ચના રોજ ચાંદીનો ભાવ ₹2,64,900 પર ટ્રેડ થઈ રહી છે.