Loading...

અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ, ‘ગવર્મેન્ટ’ લખેલી કારમાં ફેરાફેરી, મહિલા સહિત 6 આરોપી ઝડપાયા

તપાસમાં ખુલાસો થયો છે કે નકલી નોટોની હેરાફેરી માટે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ ગાડીઓ પર “Government of India” અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી વિશ્વાસ જગાવવામાં આવતો હતો, જેથી કોઈને શંકા ન થાય.

પ્રિન્ટર અને અન્ય મશીનરી પણ કરી કબજે

ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી આશરે રૂપિયા 2.10 કરોડ અને સુરતમાંથી રૂપિયા 80 લાખની નકલી નોટો જપ્ત કરી છે. આ ઉપરાંત નોટો છાપવા માટે વપરાતી પ્રિન્ટર અને અન્ય મશીનરી પણ કબજે કરવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કૃષ્ણા રો હાઉસમાંથી નકલી નોટો છપાતી હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓ અલગ-અલગ ફાઉન્ડેશનના લોગો લગાવેલી કારનો ઉપયોગ કરીને નોટોની સપ્લાય કરતા હતા.

મોટી હસ્તીઓ સાથેની ફોટો થયા વાયરલ

પ્રદિપ ગુરુજીને રાજકીય નેતાઓ સાથે પણ સંબંધ હતા તેવું જાણવા મળી રહ્યું છે. કેમ કે ઘણી મોટી હસ્તીઓ તેમજ મોટા નેતાઓ સાથેના તેમના ફોટો સામે આવી રહ્યા છે. પોતે મોટા ભક્ત છે, મોટું નામ છે કોઈ તેમના પર કોઈ શંકા નહી કરે તેવું સમજીને પોતાની ગાડીમાં જ કરોડોની હેરાફેરી કરી રહ્યા હતા.

આ સમગ્ર કૌભાંડ ગોઠવાયેલા રેકેટ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. આ કેસમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Image Gallery