શું શુક્રવારે પણ Nifty તૂટશે? Indicators આપી રહ્યા છે સ્પષ્ટ સંકેત..
ગુરુવારના ટ્રેડિંગ ડે બાદ હવે રોકાણકારોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જેમનો એક પ્રશ્ન Nifty ને લઈને પણ છે કે, શું નિફ્ટી શુક્રવારે પણ નીચે જશે? હાલના માર્કેટ ઇન્ડિકેટર્સ એવા સંકેત આપી રહ્યા છે કે બજારમાં હજુ પણ કમજોરી ચાલુ રહી શકે છે.
ગુરુવાર, 9 માર્ચ 2026ના રોજ નિફ્ટીએ 22,930.35નો લો બનાવ્યો હતો, જે લગભગ એ જ લેવલ છે જ્યાં 4 એપ્રિલ 2025ના રોજ પણ તેને મજબૂત સપોર્ટ મળ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે બજાર હાલમાં એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન પર ઉભું છે.
જો છેલ્લા થોડા સમયના ડેટાને ધ્યાનમાં લઈએ, તો 5 જાન્યુઆરી 2026થી અત્યાર સુધીના 57 ટ્રેડિંગ સેશન, એટલે કે લગભગ 84 દિવસમાં, નિફ્ટી પોતાના ઓલ ટાઈમ હાઈથી અંદાજે 13% નીચે આવી ગયું છે. આ ઘટાડો ધીમે ધીમે પરંતુ સતત જોવા મળ્યો છે, જે બજારમાં રહેલી નબળાઈ દર્શાવે છે.
ઇતિહાસ સાથે સરખામણી કરીએ તો, કોરોના કાળ દરમિયાન માર્ચ 2020માં નિફ્ટીએ માત્ર 48 ટ્રેડિંગ સેશન અને 67 દિવસમાં લગભગ 40% જેટલો મોટો ઘટાડો અનુભવ્યો હતો. હાલની પરિસ્થિતિ એટલી તેજ નથી, પરંતુ ટ્રેન્ડ હજુ પણ ડાઉનસાઇડ તરફ જ દર્શાવી રહ્યો છે.