Loading...

ડાયાબીટિશ અને કેન્સનો ખતરો વધારી રહ્યું તમારા ઘરમાં વપરાતુ Cooking Oil, ઘી જ સ્વાસ્થ્ય માટે ઉત્તમ

આપણા આહારનો આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ પ્રભાવ પડે છે. તેથી, જ્યારે આપણે સ્વસ્થ ઘરે રાંધેલા ખોરાક ખાવાની વાત કરીએ છીએ, ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણા પ્રોસેસ્ડ તેલ, ખાસ કરીને રિફાઇન્ડ તેલ, ઘી કરતાં સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોઈ શકે છે.

ઘીમાં પોષક તત્વો અને Healthy fat હોય છે જે મર્યાદિત માત્રામાં ફાયદાકારક હોય છે, ત્યારે આપણે ખાઈ રહ્યા તે કુકિંગ ઓઈલ આપડા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે ચાલો જાણીએ.

ઘી રસોઈ માટે સારું છે પણ આજકાલ દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના કુકિંગ ઓઈલ વપરાવા લાગ્યા છે. પહેલાના સમયમાં ભારતીય ઘરોમાં શુદ્ધ ઘીનો ઉપયોગ થતો હતો. પણ નિષ્ણાંત મુજબ સ્વાસ્થ્ય માટે તેલની જગ્યાએ ઘી વધારે ફાયદાકારક છે. શુદ્ધ ઘી ઘણી રીતે શ્રેષ્ઠ છે. દૈનિક રસોઈ માટે આનાથી વધુ સારો કોઈ વિકલ્પ નથી.

જો કે, તેલ હોય કે ઘી પણ તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે. તેથી, દરરોજ તમારા આહારમાં એક થી બે ચમચી ઘીનો સમાવેશ કરો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડતી અટકાવશે.

આરોગ્ય નિષ્ણાતો માને છે કે દેશી ઘી વિટામિન A, D, E અને K નો સારો સ્ત્રોત છે. આ વિટામિન તમારી રોગપ્રતિકારક શક્તિથી લઈને હાડકા અને ત્વચાના સ્વાસ્થ્ય સુધી દરેક વસ્તુ માટે ફાયદાકારક છે. વધુમાં, ઘીમાં સ્વસ્થ ચરબી હોય છે જે પાચનને ટેકો આપે છે અને ઊર્જા પૂરી પાડે છે. આયુર્વેદ અનુસાર, ઘી મગજ માટે પણ ફાયદાકારક છે. જ્યારે તેલમાં ના તો કોઈ વિટામિન હોય છે ના તો તેનાથી કોઈ ફાયદા થાય છે. જોકે સ્વાસ્થ્ય માટે તેલ નુકસાનકારક છે તે કોલેસ્ટ્રોલ વધારે છે અને હાર્ટની સમસ્યાઓ પણ વધે છે.

સોયાબીન અને સૂર્યમુખી જેવા શુદ્ધ તેલમાં ઓમેગા-6 ફેટી એસિડ વધુ હોય છે, જે શરીરમાં બળતરા વધારી શકે છે. ઘણા તેલમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે હૃદય રોગનું કારણ બની શકે છે. તેમજ ડાયાબિટીશ અને કેન્સર જેવા ખતરનાક રોગો માટે પણ કુકિંગ ઓઈલ જ જવાબદાર છે. જ્યારે ઘી મધ્યમ માત્રામાં ઊર્જા પૂરી પાડે છે અને પચવામાં સરળ છે, જ્યારે શુદ્ધ તેલનો વધુ પડતો વપરાશ સ્થૂળતા અને ચયાપચય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

Image Gallery