ઈરાન અમેરિકા યુદ્ધની આગ ગુજરાતના ઉદ્યોગો સુધી પ્રસરી, રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગ પર મંડરાઈ રહ્યો છે ખતરો
મોટાભાગે ખાડી દેશોમાંથી પ્લાસ્ટિકનું રો મટિરિયલ સપ્લાય થતું હતું. પરંતુ, હાલ રો-મટિરિયલ જ ન આવતા અનેક કારખાનો બંધ થઈ ચુક્યા છે. તો બીજી તરફ અન્ય જગ્યાએથી જે રો-મટિરિયલ મળી રહ્યું છે, તેના ભાવ કારખાનેદારોને પરવડે તેવા નથી. મળતી વિગતો અનુસાર ધોરાજીમાં પ્લાસ્ટિકના સાડા ત્રણસો જેટલા કારખાના આવેલા છે. જેમાંથી 60 ટકા હાલ બંધની સ્થિતિમાં છે.
એક તરફ રો-મટિરિયલની અછત તો બીજી તરફ ગેસની સપ્લાય પણ બંધ છે. જેને લીધે કારખાનેદારો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કામ વગર મજૂરોને પણ પગાર આપવો પડતો હોઈ. “બેવડા માર”ની સ્થિતિ છે. પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું કહેવું છે કે સરકાર આ અંગે સત્વરે પગલાં લે. નહીં તો ધોરાજીના તમામ કારખાના બંધ થઈ જશે.