Loading...

ગુજરાતમાં ફરી થશે માવઠું, 29-30 માર્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળશે. આગામી 29 માર્ચના રોજ ખાસ કરીને, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારા માછીમારોને તે દિવસે દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ, આગામી 30 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોમસી વરસાદની શક્યતા રહેશે. માવઠાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને લઈને અને સામાન્ય જનતાને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચન કર્યું છે.

બીજી તરફ આગામી 28 માર્ચ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આગામી 28 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો આશરે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગરમીનું પ્રમાણ વધવા માટે ગુજરાતમાં ફુંકાતા પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમ અને સુકા પવન ગરમીનો વધુ અહેસાસ કરાવશે.

 

Image Gallery