શું IPL 2026માં ખેલાડીઓને આખી રકમ એક જ વારમાં મળી જાય છે?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરુ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. . પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, ઓક્શનમાં મળનારી આ રકમ ખેલાડીઓને કેવી રીતે અપાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચાહકોને આઈપીએલની રાહ જોઈ રહ્યા છે. દુનિયાભરના ક્રિકેટર આ લીગમાં રમવા માટે ઉત્સાહિત રહે છે. આનું સૌથી મોટું કારણ મળનારી મોટી રકમ પણ છે. આઈપીએલ 2026 ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટસે પંતને 27 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે કેમરુન ગ્રીન પર 25 કરોડ ખર્ચ્યા છે. પરંતુ શું ખેલાડીઓને આ રકમ પુરી એક સાથે મળે છે.
જો તે આખી સીઝન ન રમે તો શું થાય. પ્લેઈંગ 11 બહાર રહેનાર કે બેંચ પર બેસનાર ખેલાડીઓને શું બધા પૈસા મળે છે. તો આ વિશે વિસ્તારથી જાણીએ.IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે, અને BCCIએ સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. આ સીઝનમાં આઠ ડબલહેડર્સ રમાશે. RCB પોતાની હોમ મેચ બેંગલુરુ અને રાયપુરમાં રમશે.
શું ખેલાડીઓને બધી રકમ સાથે મળે છે?
આઈપીએલમાં જે રકમ ખેલાડીઓને ઓક્શનમાં મળે છે. તે તેનો પગાર (ટેક્સ કાપ્યા બાદ) હોય છે. ફ્રેન્ચાઈઝીએ એક ફોર્મુલાને અપનાવે છે. તો ચાલો જાણીએ શું છે આ ફોર્મુલા.
- સીઝન પહેલા 15 %
- સીઝન દરમિયાન 65 %
- સીઝન પછી 20 %
જો ખેલાડી આખી સીઝન ન રમે તો શું?
આ પરિસ્થિતિ બે પ્રકારની હોઈ શકે છે. સીઝન શરુ થતાં પહેલા જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે. તો ટીમને પૈસા આપવાની જરુર રહેતી નથી.જો કોઈ ખેલાડી સીઝનની મધ્યમાં ફક્ત થોડી મેચ રમે છે, તો તેને પ્રો-રેટા પગાર અને 10% રિટેનર મળે છે. જો કોઈ ખેલાડી આખી સીઝનમાં ટીમ સાથે રહે છે. ભલે તે મેચ રમતો નથી. તો પણ તેને આખો પગાર આપવામાં આવે છે.