Loading...

સુરતમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી! તંત્ર ઊંઘતું રહ્યુંને કોન્ટ્રાક્ટરો ફાવી ગયા, શું આ જ છે સરકારી કામની ગુણવત્તા?

15 મા નાણાપંચના 25 લાખ રૂપિયા કોના ખિસ્સામાં ગયા કે, ટાંકી વાપરતા પહેલા જ જર્જરિત થઈ ગઈ?

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે આ યોજનાઓ લોકો સુધી પહોંચતા પહેલા જ જર્જરિત થઈ રહી છે. સુરતના અરેઠ અને ઓલપાડ વિસ્તારમાં નવી બનેલી પાણીની ટાંકીઓમાં લોકાર્પણ પૂર્વે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે.

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે 15 માં નાણાપંચની યોજના અંતર્ગત અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને આશા હતી કે, તેમને શુદ્ધ પીવાનું પાણી મળશે પરંતુ ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ તેની સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં મોટા ગાબડા પડવા લાગ્યા છે. હલકી ગુણવત્તાના કામને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Image Gallery