Loading...

ધારાસભ્યએ વિધાનસભામાં IPL ટિકિટની માંગ કરી, કહ્યું સામાન્ય લોકોની જેમ લાઈનોમાં ઉભા રહી શકતા નથી

કર્ણાટકમાં IPL ટિકિટ વિવાદ : બેંગલુરુમાં IPL (IPL 2026)નો ક્રેઝ શરૂ થતાં જ વિધાનસભાની અંદર પણ ટિકિટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ‘અમે VIP છીએ, ટિકિટ મેળવવા માટે સામાન્ય લોકોની જેમ કતારોમાં ઊભા રહી શકતા નથી. દરેક ધારાસભ્યને 5 VIP ટિકિટ આપવી જોઈએ’, કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કશ્પ્પનવરનું નિવેદન હવે રાજ્ય સ્તરે મોટી ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય કાશપ્પનવર વિજયાનંદ શિવશંકરપ્પાએ કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંધ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ધારાસભ્યોને તેનો અધિકાર હોવા છતાં ટિકિટ આપવામાં આવતી નથી.

ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, 28 માર્ચના રોજ શરુ થનારી આઈપીએલ મેચ માટે ધારાસભ્યો, મંત્રીઓ કે તેમના પરિવારોને ટિકિટ આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિ હોવા છતાં, તેમને સામાન્ય નાગરિકોની જેમ લાંબી કતારોમાં ઊભા રહેવા અથવા વધુ પડતા ભાવે ટિકિટ ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમણે આને પ્રોટોકોલની વિરુદ્ધ ગણાવ્યું.

કિટની કાળાબજારના કૌંભાડનો આરોપ લગાવ્યો

તેમણે કેએસસીએ પર ટિકિટની કાળાબજાર પર આરોપ લગાવ્યો છે. તેમના મતે, 5,000ની કિંમતની ટિકિટો વચેટિયાઓ અને ઓનલાઈન માધ્યમો દ્વારા 35,000 સુધી વેચાઈ રહી છે. તેમણે કહ્યું કે એસોસિએશનને સરકાર તરફથી સુરક્ષા અને અન્ય લાભો મળે છે. જોકે, પસંદ કરાયેલા પ્રતિનિધિયોનું સન્માન કરવામાં આવતું નથી. આ મુદ્દો વિધાનસભામાં પણ આવ્યો હતો અહિ અલગ અલગ દળોના નેતાઓએ કેએસસીએના નિવેદન પર નારજગી વ્યક્ત કરી હતી. આ અંગે વિધાનસભા અધ્યક્ષ યુટી ખાદરે હસ્તક્ષેપ કર્યો અને રાજ્ય સરકારને દરેક ધારાસભ્યને ઓછામાં ઓછી ચાર વીઆઈપી ટિકિટ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.

નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ખાતરી આપી

અધ્યક્ષે એ પણ કહ્યું કે, કેટલીક વખત ધારાસભ્યોને સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પર ઓળખ સાથે જોડાયેલ સમસ્યાઓનો સામો કરવો પડે છે. તેનાથી તેઓ અપમાનિત અનુભવે છે. તેમણે સરકારને ધારાસભ્યો અને તેમના પરિવારો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ કહ્યું. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ખાતરી આપી કે, તેઓ તાત્કાલિક KSCA અધિકારીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે અને ઉકેલ શોધશે. તેમણે કહ્યું કે, ધારાસભ્યોને આવી સુવિધાઓની માંગ કરવાનો અધિકાર છે. IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.ઉપરાંત, તેજસ્વી સૂર્યાની ટીકાનો જવાબ આપતા, તેમણે વળતો જવાબ આપ્યો છે કે સૂર્યાએ પહેલા તેમના પક્ષના ધારાસભ્યોને સલાહ આપવી જોઈએ.

તેજસ્વી સૂર્યાએ નિંદા કરી

બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ ધારાસભ્યો દ્વારા VIP ટિકિટની માંગણીની આકરી ટીકા કરી છે. ધારાસભ્યોની આ માંગ દર્શાવે છે કે ,તેમની પ્રાથમિકતાઓ શું છે. રાજ્યના સળગતા મુદ્દાઓ પર ચર્ચા કરતા ગૃહમાં IPL ટિકિટનો આગ્રહ રાખવો એ વિધાન સભાના ગૌરવને લાયક નથી. જ્યારે સામાન્ય માણસ પૈસા આપીને તેમને ખરીદી શકે છે ત્યારે ધારાસભ્યોને મફત ટિકિટ કેમ આપવી જોઈએ?

Image Gallery