PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ, માઈક્રોન બાદ વધુ એક પ્લાન્ટ સાણંદમાં થયો તૈયાર
ના સાથે જ રાજ્યમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત પણ કરવામાં આવી છે, જે ભારતના ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ‘આજનો દિવસ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડને ચરિતાર્થ કરે છે.આ શરુઆતથી ભારતની ઇકોનોમિક ઇકોસિસ્ટમને મજબુતી મળશે. આ મિશનથી દેશના 6 રાજ્યોમાં 10 પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યુ છે. કેઇન્સ અને માઇક્રોપ્રોજેક્ટ પણ આના જ ભાગ છે. સાણંદમાં બનવાવાળી ચિપ અમેરિકા સુધી પહોંચશે. ‘
દરરોજ અંદાજે 10 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની શક્યતા
કેઇન્સ સેમિકોનનો આ આધુનિક પ્લાન્ટ દરરોજ 60 લાખથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, સાણંદમાં જ માઇક્રોનનો પ્લાન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં 2027 સુધીમાં દરરોજ અંદાજે 10 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની શક્યતા છે. આમ, બંને પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થયા બાદ દરરોજ કુલ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટમાં મજબૂત બનાવશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે ગુજરાતમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ત્રણ પ્લાન્ટ સાણંદમાં અને એક ધોલેરામાં સ્થાપિત થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં રોકાણ, રોજગાર અને ટેક્નોલોજીકલ વિકાસને મોટો વેગ આપશે.
ભારતીય મૂળની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર સર્વિસિસ કંપની દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રવેશ થવો પણ એક મહત્વપૂર્ણ મંજિલ છે. આ નવા પ્લાન્ટના કારણે સ્થાનિક સ્તરે સેમિકન્ડક્ટર પેકેજિંગ ક્ષમતામાં વધારો થશે અને “મેક ઈન ઈન્ડિયા” પહેલને વધુ મજબૂતી મળશે. કુલ મળીને, સાણંદ હવે દેશના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.