નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે વધ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
દેશમાં નવું નાણાકીય વર્ષ (2026-27) 1 એપ્રિલથી શરૂ થયું. આ નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વધારા પાછળના પરિબળોમાં વૈશ્વિક બજારોમાં ભાવમાં વધારો, દેશમાં લગ્નની મોસમ પહેલા ઝવેરીઓ દ્વારા નવી ખરીદી અને રૂપિયામાં નબળો પડવાનો સમાવેશ થાય છે. 1 એપ્રિલની સવાર સુધીમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,670 થયો છે.
દિલ્હીમાં 1 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,49,670 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,37,210 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,060 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,270 છે.
આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,110 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,570 છે.