ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ! કોંગ્રેસે મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 7 શહેરો માટે 243 નામો પર મારી મહોર
કોંગ્રેસે રાજ્યની 7 મહત્વની મહાનગરપાલિકા માટે કુલ 243 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, વડોદરા, ભાવનગર અને મોરબી શહેરના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
શહેરવાર ઉમેદવારોનું ગણિત:
અમદાવાદ: પ્રથમ યાદીમાં સૌથી વધુ 90 ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસે મજબૂત પકડ દર્શાવી છે.
રાજકોટ: અહીં 40 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
સુરત અને વડોદરા: સુરતમાં 26 અને વડોદરામાં 18 ઉમેદવારો પર પસંદગી ઉતારવામાં આવી છે.
અન્ય શહેરો: જામનગરમાં 22, ભાવનગરમાં 22 અને મોરબીમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
લાંબા સમયની ખેંચતાણ અને મંથન બાદ કોંગ્રેસે આ નામો જાહેર કર્યા છે. પક્ષ દ્વારા જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું મનાય છે. પ્રથમ યાદી જાહેર થતા જ હવે પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા નામો પણ જાહેર કરવામાં આવશે.