Loading...

અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવાનો રસ્તો સાફ! આસારામની મોટેરા આશ્રમની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકાર પરત લેશે

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનના સપના વચ્ચે એક મહત્વપૂર્ણ કાનૂની નિર્ણય સામે આવ્યો છે. મોટેરા વિસ્તારમાં આવેલી Asaram Ashram સંબંધિત જમીન વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેના કારણે વિસ્તારમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો માર્ગ વધુ સ્પષ્ટ થયો છે.

માહિતી મુજબ સિંગલ જજ દ્વારા અગાઉ આપાયેલા નિર્ણયને પડકારતી આશ્રમની અરજી ડિવિઝનલ બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી છે અને સિંગલ જજના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં સરકારી વકીલ જી. એચ. વીર્ક દ્વારા રજૂ કરાયેલી દલીલોને પણ હાઇકોર્ટે માન્ય રાખી છે.રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ જી. એચ. વીર્ક (G. H. Virk) એ દલીલ કરી હતી કે આ જમીન દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક હેતુઓ માટે ફાળવવામાં આવી હતી. જોકે, આશ્રમે ત્યાં અનધિકૃત બાંધકામ અને વ્યાપારી પ્રવૃત્તિઓ કરીને ફાળવણીની શરતોનો ભંગ કર્યો છે.

કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે આસારામ હેબીચ્યુઅલ ઓફેન્ડર છે, તેથી તેમને કોઈ પણ પ્રકારની વિશેષ રાહત આપી શકાય નહીં. આ નિર્ણય બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં અન્ય રમતગમત સુવિધાઓ વિકસાવવા માટેનો માર્ગ વધુ સરળ બન્યો છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અન્ય સ્ટેડિયમ અને રમત ગમતના મેદાન બનશે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક કી થનારી રમતો માટે હાઇકોર્ટનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

Image Gallery