ગુજરાતમાં AAPના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલા જ ફંડિંગના નામે ખેલાયો કરોડોનો ખેલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ વધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે AAPના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો કર્યો છે. આ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ (PA) આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આકાશ મિશ્રા દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાના હવાલા સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, હિમાંશુ પાહુજા નામના વ્યક્તિએ આકાશને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલ્યા હતા. સુરતની એક આંગડિયા પેઢીમાં અંદાજે 1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.