Loading...

‘ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો…’ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ

પહેલગામ હુમલાની બુધવાર 22 એપ્રિલના રોજ પહેલી વર્ષગાંઠ છે. 22 એપ્રિલ 2025 એક તારીખ નથી પરંતુ એક ચીસ છે જેમણે હિન્દુસ્તાનને રડાવ્યું હતુ. આ એક એવો ઘા છે જે ક્યારે ભરાય શકે તેમ થી. પહેલગામમાં એ દિવસે માતમ છવાયો હતો. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદીઓએ આ હુમલામાં 26 જિંદગીઓને ખતમ કરી હતી.

પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા ભારતીય સેનાએ ટ્વિટ કરી મોટી વાત કહી છે. ઈન્ડિયન આર્મીએ કહ્યું જ્યારે “જ્યારે માનવતાની મર્યાદા ઓળંગવામાં આવે છે, ત્યારે પ્રતિભાવ નિર્ણાયક હોય છે. ભારત ભૂલતું નથી. ન્યાય મળ્યો છે. ભારત એકજૂટ છે.” તમને જણાવી દઈએ કે, સુંદર પહાડોમાં તે દિવસે અચાનક અવાજો સંભળાવવા લાગ્યા હતા. આંતકવાદીઓની ગોળી કોઈ ધર્મના ચહેરાને જોતી ન હતી. બસ બધાને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

જેમને દુનિયાનું મિની સ્વિટ્ઝરલેન્ડ માનવામાં આવે છે. તે દિવસે અહી લાશના ઢગલા પડ્યા હતા. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદી પ્રવાસીઓને નિશાને બનાવતા અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

 

Image Gallery