તમિલનાડુમાં ‘વિજય’ તિલક પહેલા, TVKએ 108 ધારાસભ્યોને હોટલમાં રાખ્યા
ચૂંટણી પરિણામો પહેલા તમિલનાડુમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) એ તેના સંભવિત વિજેતા ઉમેદવારોને એક રાખવા માટે એક ખાસ રણનીતિ ઘડી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં, ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, પરંતુ બહુમતી (118) થી ઓછો રહ્યો. ટીવીકેએ સરકાર બનાવવા માટે કોંગ્રેસનો ટેકો માંગ્યો છે.
હવે તમિલનાડુમાં ચૂંટણીના પરિણામો બાદ રિસોર્ટ રાજકરણ શરુ થયું છે. સરકાર બનાવવા માટે જરુરી બહુમતથી પાછળ રહેવું આ એક કારણ છે. જોસેફ વિજયની તમિલગા વેત્રી કડગમે બહુમત માટે પોતાના 108 ધારાસભ્યોને મહાબલીપરુમની ચેંગલપટ્ટુ સ્થિત એક હોટલમાં રાખવામાં આવ્યા છે.
TVKએ 108 ધારાસભ્યોને હોટલમાં રાખ્યા
ધારાસભ્યોની ચુસ્ત સુરક્ષા માટે રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. કારણ કે, તેઓ અહીથી અન્ય પાર્ટીના સંપર્કમાં ન આવે. જાણકારી મુજબ સરકાર ગઠનની પ્રકિયા પુરી થતાં પહેલા કોઈ પણ ધારાસભ્ય ખરીદાય નહી તે માટે આ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, તમિલનાડુમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. 108 સીટ જીતી TVK સૌથી મોટી પાર્ટી બની સામે આવી છે. તમિલનાડુમાં 234 વિધાનસભાની સીટ માટે 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાય હતી. જેનું પરિણામ 4 મેના રોજ જાહેર થયું છે.
બહુમત માટે કોંગ્રેસ સાથે ગઠબંધન
એક રિપોર્ટ મુજબ ટીવીકે, કોંગ્રેસ અને અન્ય કેટલાક દળો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી શકે છએ. કોંગ્રેસની પાસે 5 સીટ છે. વીસીકે પાસે 2, સીપીઆઈ અને સીપીઆઈએમ પાસે 2-2 સીટ છે. જો આ તમામ પાર્ટીઓ સાથે આવે છે તો કુલ 11 ધારાસભ્યોનું એક મજબુત સંગઠન બનશે. ટીવીકેને આઈયુએમએલ,ડીએમડીકે, કે પીએમકેના કેટલાક દળો સાથે સમર્થન મળી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ગઠબંધનમાં સાથે આવવા પર કોંગ્રેસને 2 મંત્રાલય મળવાની શક્યતા છે. જ્યારે અન્ય નાની પાર્ટીને એક-એક પોર્ટફોલિયો મળશે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન વિજયે કોંગ્રેસના નેતા પાસેથી પાર્ટીનું સમર્થન માંગ્યું છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિજય સાથે ફોન પર વાત કરી.