Loading...

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 ધારાસભ્યે પણ લીધા શપથ, 59 વર્ષમાં પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં

તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા ‘થલાપતિ’ સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પદભાર સંભાળ્યો.

તેમણે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં તમિલનાડુ રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે, 9 અન્ય ધારાસભ્યોને પણ પ્રધાનોએ તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. આ 59 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, તમિલનાડુમાં DMK કે AIADMKની ના હોય તેવી સરકાર રચાઈ છે. રાહુલ ગાંધી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને વિજયને અભિનંદન પાઠવ્યા હતા.

  • TVK: 108
  • કોંગ્રેસ: 05
  • CPI: 02
  • CPM: 02
  • VCK: 02
  • IUML: 02

TVK તમિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી

તમિલનાડુમાં, અભિનેતા વિજયની પાર્ટી, TVK, સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી છે. TVK એ કુલ 108 બેઠકો મેળવી છે. આ ઉપરાંત, DMK એ 59 બેઠકો મેળવી છે, અને ADMK એ 47 બેઠકો જીતી છે. દરમિયાન, કોંગ્રેસે 5 બેઠકો જીતી છે.

Image Gallery