PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી
વડાપ્રધાને નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો ઉપયોગ વધારવા તેમજ કાર પૂલિંગ કરવા વિનંતી કરી છે.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.પીએમ મોદીની સોનાની ખરીદી પર અપીલ મામલે રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું મારા ભાઈઓ બહેનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર તમે જે રાષ્ટ્રભક્તિ દેખાડી છે. તે ગુજરાતની સાચી ઓળખ છે. છેલ્લા 2 દિવસમાં આખા રાજ્યમાં સોનાની ખરીદીમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે.
સોનાની ખરીદીમાં ખુબ ઘટાડો
આ સાથે PM મોદીની સોનાની ખરીદી ટાળવાની અપીલને લઈ સુરત અને દક્ષિણ ગુજરાતનાં જ્વેલર્સ દેશહિત માટે સમર્થનમાં છે. સોનાની આયાતથી દેશનાં અર્થતંત્ર પર ભારણ વધતુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. PMએ પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડ્યા છે. તો કાફલામાં EVના ઉપયોગ પર ભાર મૂકાયો છે. CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. DyCM હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે. કાફલામાં વાહનો ઘટાડીને બસ-ટ્રેનથી મુસાફરી કરશે.
સી.આર.પાટીલે પોતાના કાફલામાં મોટો ઘટાડો કર્યો છે.આ સાથે અમદાવાદની IT કંપનીઓએ PMની અપીલને આવકારી છે. IT કંપનીઓમાં 50 ટકા કર્મીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું છે.તો બીજી તરફ સુરતના વેપારીઓએ પણ કબુલ્યું કે પીએમની અપીલ બાદ સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સુરતમાં 40 ટકા ગોલ્ડ ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.