Loading...

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો NEET પેપર લીક કેસ, NSUI-SFI બાદ ABVP એ પણ NTA વિરુદ્ધ ખોલ્યો મોરચો

NEET UG પેપર લીક કાંડ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક્ઝામ કેન્સલ કરી દીધી છે. 22 લાખથી વધુ ઉમેદવારોએ જ્યારે ફરીથી નીટની પરીક્ષા આપવી પડશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) કોઈપણ સમયે તેની અધિકારીક વેબસાઈટ https://neet.nta.nic.in પર NEET UG 2026 પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. ઉમેદવારોને કોઈપણ જાણકારી પર વિશ્વાસ કરતા પહેલા અધિકારીક વેબસાઈટ કે નોટિસ થી પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો NEET UG પેપરલીક કેસ

NEET એક્ઝામ કેન્સલ કર્યા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ NEET UG ને ‘સિસ્ટેમેટિક ફેલ્યોર’ બતાવતા NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. યાચિકામાં NTA ને રિપ્લેસ કરી કાયદાની દેખરેખ હેઠળ NEET-UG 2026 ની પરીક્ષા ફરી આયોજિત કરવાની માગ કરવામાં આવી છે.

NTA વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોએ ખોલ્યો મોરચો

નીટ પરીક્ષામાં ધાંધલી અને પેપરલીક સામે આવ્યા બાદ ફરી એકવાર દેશમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થી સંગઠનોએ NTAને હટાવવાની માગ કરી છે. NSUI અને SFI બાદ હવે ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ પણ NTA વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

NEET Paper Leak પર યાચિકા દાખલ કરનારા વકીલે શું કહ્યુ ?

NEET એક્ઝામ રદ થયા બાદ ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) દ્વારા અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. યાચિકા દાખલ કરનારા વકીલ તન્વી દુબે એ જણાવ્યુ કે અમારી મુખ્ય માગ છે કે NTA નો ભંગ કરી દેવામાં આવે અને NEET-UG પરીક્ષાના આયોજન માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્વતંત્ર અદાલત-નિયુક્તિ સમિતિ બનાવવામાં આવે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે આ પ્રકારની વ્યવસ્થાગત નિષ્ફળતાઓ બીજીવાર ન થઈ શકે.

નીટ પહેલા નાલંદા પોલીસે પકડ્યા હતા સોલ્વર ગેંગના સદસ્ય

NEET એક્ઝામમાં ધાંધલીના પ્રયાસમાં નાલંદા પોલીસે એક દિવસ પહેલા સોલ્વર ગેંગના અનેક સદસ્યોને પકડ્યા હતા. પકડાયેલા લોકોમાં MBBS ના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી એડમિટ કાર્ડ અને કારમાંથી 2 લાખથી વધુ કેશ મળી હતી. સોલ્વર ગેંગનો માસ્ટરમાઈન્ડ પણ મેડિકલનો એક સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યુ છે.

Image Gallery