NEETની પરીક્ષાની નવી તારીખ જાહેર, 21 જૂને લેવાશે પરીક્ષા
(NTA)ના કેન્દ્ર સરકાર પાસેથી મંજુરી મળ્યા બાદNEET-UG 2026ની ફરી પરીક્ષા 21 જૂન 2026ના રોજ લેવામાં આવશે. એનટીએએ કહ્યું કે, પરીક્ષાર્થીઓ અને ઉમેદવારો અને વાલીઓને વિનંતી છે કે તેઓ ફક્ત સત્તાવાર NTA માધ્યમો પર આધાર રાખે. આ માટે, એજન્સીએ તેમને ઇમેઇલ આઈડી (neet-ug@nta.ac.in) અથવા 011-40759000, 011-69227700 પર સંપર્ક કરી શકો છો.3 મેના રોજ યોજાનારી અગાઉની પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી હતી. પેપર લીક મામલાની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે.
ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
ગઈકાલે મોડી સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને ગુરુવારે ફરીથી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા (NEET-UG) યોજવાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં તબીબી અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષાના સંચાલન સંબંધિત વિવિધ પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે
આ બેઠકમાં સચિવ, વિનીત જોશી, સંજય કુમાર,નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક અભિષેક સિંહ,સીબીઆઈના અધ્યક્ષ અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિના કમિશનરો સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.પરીક્ષા સંબંધિત ગેરરીતિઓના આરોપો બાદ NTA દ્વારા 3 મેની પરીક્ષા રદ કરવાની જાહેરાત કર્યા બાદ આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે.
77 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો
રાજસ્થાનમાં NEET 2026નું પેપર લીક થયાનું બહાર આવતા દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. માહિતી મુજબ દેશભરમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 551 શહેરોમાં NEET પરીક્ષા આપી હતી. માત્ર ગુજરાતની વાત કરીએ તો અંદાજે 77 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. રાજસ્થાનમાં પેપર લીકની માહિતી સામે આવતા પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.