Loading...

રાજકોટમાં ભેળસેળીયાઓ સામે કડક કાર્યવાહી, સાંભાર-ચટણીમાં ઝેરી રંગ ભેળવવા બદલ 6 માસની જેલ

કેદની સજા સાથે 50 હજાર રૂપિયાનો દંડ

માહિતી મુજબ નાના મૌવા રોડ પર આવેલી જીજે-3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે તેમને 6 માસની સખત કેદની સજા સાથે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તેમને 6 માસની કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

બંને સામે કેસ દાખલ કરવામાં આવ્યો

ફૂડ વિભાગે વર્ષ 2019 અને 2021 દરમિયાન સાંભાર અને ચટણીના નમૂનાઓ લીધા હતા. લેબોરેટરી તપાસ દરમિયાન આ નમૂનાઓમાં ઝેરી રંગ અને ભેળસેળ મળી આવતા બંને સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે કોર્ટે કડક નિર્ણય આપતા ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે આગામી દિવસોમાં વધુ ચેકિંગ હાથ ધરાશે.

Image Gallery