બંગાળમાં દર મહિને ભાજપ સરકાર મહિલાઓને આપશે 3000 રૂપિયા, ગેરકાયદે મદરેસા પર ચાલશે બુલડોઝર, સુવેન્દુ કેબિનેટનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં, મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બીજી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સીએમ સુવેન્દુએ ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ અને મહિલાઓ માટે મફત બસ સેવાને મંજૂરી આપી છે. આ યોજનાના અમલીકરણ સાથે, બંગાળમાં મહિલાઓને, આગામી 1 જૂનથી દર મહિને રૂપિયા 3,000 મળવાનું શરૂ થશે. વધુમાં, 1 જૂનથી, બધી મહિલાઓ સરકારી બસમાં મફત મુસાફરી કરી શકશે.
નાણાકીય સહાય ક્યારથી શરૂ થશે?
આજે 18મી મે અને સોમવારે, મળેલ સુવેન્દુ અધિકારીની કેબિનેટ બેઠકમાં, ઘણા મુખ્ય નિર્ણયોને મંજૂરીની મહોર મારી દીધી. રાજ્ય પ્રધાન અગ્નિમિત્રા પોલે, જણાવ્યું કે, કેબિનેટ બેઠક દરમિયાન અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ, રાજ્યભરની મહિલાઓને, આગામી 1 જૂન, 2026 થી દર મહિને રૂપિયા 3,000 ની નાણાકીય સહાય મળશે. વધુમાં, પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસમાં મહિલાઓ માટે મફત મુસાફરીને મંજૂરી આપી હતી.