અમદાવાદના મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામ નજીક આવેલી રંગ બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલી ESDEE PAINT કંપનીમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.
ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.