Loading...

રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર!

બાયપાસ રોડ પર આવેલ સોજીત્રા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર ઉમટેલા જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું ડીઝલ ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ત્રણ દિવસથી ખેડૂતો ડીઝલ માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડીઝલ ન મળતા ખેડૂતોને ખેતીની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોના ખિસ્સા પર અસર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ બજારને પરેશાન કરી રહ્યા છે. આનાથી આગામી દિવસોમાં સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડી શકે છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ ભારત જેવા આયાત-નિર્ભર દેશો પર સીધી અસર કરે છે. જેના કારણે ખર્ચમાં વધારો કરવો પડે છે. જો રૂપિયો વધુ નબળો પડે તો ક્રૂડ ઓઇલની આયાતનો ખર્ચ ઝડપથી વધી શકે છે.

Image Gallery