ચંદ્રયાન 3નો દુનિયામાં ડકો, અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો
ભારતનું ઐતિહાસિક ચંદ્ર મિશન ચંદ્રયાનને વધુ એક મોટી સફળતા મળી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ (AIAA) એ ચંદ્રયાન-3 મિશનને વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત ‘ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ’ એનાયત કર્યો છે. આ સન્માન 21 મેના રોજ વોશિગ્ટનના ડીસીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતુ. આ એવોર્ડ અવકાશ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે અને તેને AIAAનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.
ચંદ્રયાન મિશને રચ્યો હતો ઈતિહાસ
- 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન-3 ઈતિહાસ રચી ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની પાસે સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતુ.
- ભારત આવું કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યો હતો
- ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ વૈજ્ઞાનિક અને રણનીતિક દ્રષ્ટિથી ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- આ ક્ષેત્રની સપાટી પર અગાઉ કોઈ મિશન પહોંચ્યું ન હતું.
- સાથે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રની માટીમાં અનેક મહત્વપૂર્ણ રાસાયણિક તત્વોની હાજરીની પુષ્ટિ કરી હતી.
- વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંસાધન ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર બાંધકામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ એવોર્ડ કેમ ખાસ છે?
ગોડાર્ડ એસ્ટ્રોનૉટિક્સ એવોર્ડને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્ર આપવામાં આવનાર સર્વોચ્ય સમ્માન માનવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ વ્યક્તિ કે ટીમને અંતરિક્ષ અનુસંધાનમાં ઉલ્લેખનીય સફળતાઓ માટે આપવામાં આવે છે. ટીમ એવોર્ડમાં ફાળો આપનારાઓનું લિસ્ટ સામેલ છે, જેમાં વધુમાં વધુ બે પ્રતિનિધિઓ ઔપચારિક રીતે એવોર્ડ સ્વીકારી શકે છે.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના અધ્યક્ષ હોવાની સાથે ડૉ. એસ. સોમનાથ પણ આ મિશનનું નેતૃત્વ કર્યું હતુ.