Loading...

ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન

હાલમાં 40 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. લોકો બિનજરૂરી લાઇનો ન લગાવે એવી અપીલ પણ તેમણે કરી છે. ખોટો વિચાર કરીને ડીઝલ સંગ્રહ ન કરવાની પણ વાત કરી છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયત્નશીલ છે.

ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના પેટ્રોલ પંપ પર 2 દિવસ પહેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ડીઝલ લેવા માટે આવેલા વાહન ચાલકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતા. પુરતું ડીઝલ ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કામકાજ છોડીને વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર થયા હતા. લાઈનોમાં લાગેલા ખેડૂતોને માત્ર 10 લીટર જેટલું જ ડીઝલ અપાતા રોષનો માહોલ સર્જાયો હતો. આશરે 3થી 4 કલાકો સુધી લાઈનોમાં ખેડૂતો ઉભું રહેવું પડે છે. જલ્દી વારો આવતો નથી અને જ્યારે વારો આવે છે ત્યારે માત્ર 500થી 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે આવો આરોપ ખેડૂતોનું છે

Image Gallery