Loading...

અમદાવાદના સેટેલાઇટમાં રત્નાકર 3 બિલ્ડિંગની આગ કાબૂમાં:3 રૂમ બળીને ખાક, મકાન માલિકે કહ્યું- AC અને ચાર્જર ચાલું હોવાથી આગ લાગી; 15 લોકોનું રેસ્ક્યુ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર રત્નાકર-3 બિલ્ડિંગની બી વિંગમાં આવેલા ત્રીજા માળે આજે (23 મે) આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ ફ્લેટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. તેમજ બનાવની જાણ થતાં ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. 6 ગાડીએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગ બેડરૂમમાં લાગી હતી અને પ્રસરી હતી જેમાં 3 રૂમ બળીને ખાક થઈ ગયા હતા. ફ્લેટના રહીશે કહ્યું કે AC અને ચાર્જર ચાલું હોવાથી આગ લાગી હતી. ધુમાડાના કારણે 15 લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

3 રૂમ બળીને ખાક બી બ્લોકમાં આવેલા ત્રીજા માળે ફ્લેટમાં અચાનક આગ લાગતા ત્રણ રૂમ બળીને ખાક થઈ ગયા હતા. રૂમમાં રાખેલા તમામ સામાનને મોટું નુકસાન થયું હતું. એસી, પંખા અને બેડ સહિતની વસ્તુઓ બળી ગઈ હતી.

જાનહાનિ થઈ નથી આગ લાગવાની ઘટનામાં કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી. ઘરમાં માત્ર એક જ વ્યક્તિ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. તેમજ ફ્લેટમાં ફાયરના સાધનો હોવાથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

‘એસી ઓન હતું અને ચાર્જર ચાલુ હતું જેથી આગ લાગી’ ફાયર વિભાગના અધિકારી પંકજ રાવલે જણાવ્યું હતું કે, રત્નાકર 3ની બી વિંગમાં 302 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. બેડરૂમમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફ્લેટના રહીશે એવું જણાવ્યું છે કે એસી ઓન હતું અને ચાર્જર ચાલુ હતું જેથી આગ લાગી હતી, પરંતુ આગ લાગવાની ઘટના કેમ બની તે તપાસ બાદ જ સામે આવશે.‘એસી ઓન હતું અને ચાર્જર ચાલુ હતું જેથી આગ લાગી’ ફાયર વિભાગના અધિકારી પંકજ રાવલે જણાવ્યું હતું કે, રત્નાકર 3ની બી વિંગમાં 302 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. બેડરૂમમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફ્લેટના રહીશે એવું જણાવ્યું છે કે એસી ઓન હતું અને ચાર્જર ચાલુ હતું જેથી આગ લાગી હતી, પરંતુ આગ લાગવાની ઘટના કેમ બની તે તપાસ બાદ જ સામે આવશે.

15 લોકોનું રેસ્ક્યૂ કરાયું વધુમાં પંકજ રાવલે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. ફ્લેટની સિસ્ટમથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. તાપમાન જ્યારે 44 ડિગ્રીએ પહોંચી જાય છે ત્યારે ઈલેક્ટ્રીક સાધનો ઓવર હીટ થવાની ઘટના બનતી હોય છે. આગ માત્ર ફ્લેટ સુધી પ્રસરી હતી. પરંતુ ધુમાડાના કારણે 15 લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા. એસી સહિતની વસ્તુઓને નુકશાન થયું છે.

Image Gallery