Loading...

જનેતાએ ત્રણ માસૂમો સાથે ઝેર ગટગટાવ્યું:બાળકોનાં મોત,માતા ગંભીર; ઘરકંકાસમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા;સાસુએ લગાવ્યા ગંભીર આક્ષેપ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક કાળજું કંપાવી દેનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઘરેલુ કલહના કારણે સર્જાયેલા વિખવાદ બાદ એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક આશંકા મુજબ, કૌટુંબિક ઝઘડા બાદ માસૂમોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો, જેના કારણે 3 વર્ષની બાળકી નાયરા તેમજ માત્ર 7 મહિનાના બે જોડિયા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે બાળકોની માતા નિશાબેન હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘાતકી અને સનસનાટીભરી ઘટનાને પગલે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ભીલાડ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ કરુણ મોતના સાચા કારણનો સત્તાવાર ખુલાસો થશે.
મહિલાની સાસુનું શું કહેવું છે? હાલતો આપાઘાતનો પ્રયાસ કરનાર મહિલાના સાસુએ જણાવેલી વિગત મુજબ વાત કરીએ તો તેમણે કહ્યું કે, એ મારા છોકરાની વહુ છે, તે તેના મમ્મીના ઘરે રહેતી હતી. એને કોઈ સાથે અફેર ચાલતું હતું એવી મારા દીકરાને ખબર પડી એટલે મારા દીકરાએ ઠપકો આપ્યો અને તેને છોકરાઓને અહીં મૂકી તેના મમ્મી પપ્પાને ઘરે જતા રહેવાનું કહ્યું..તો રીસમાં આવીને મારા દીકરાની વહુએ તેના ત્રણેય છોકરાઓને શું ખવડાવી દીધું કંઈ ખબર ન પડી...એ તો અમે સવારે, જાગ્યા ત્યારે ખબર પડી, રાતના તો અમને શું ખબર પડે? બાર વાગ્યા લગીન તો અમે ઓસરીમાં હતા. પછી અમે અને એ લોકો સુઈ ગયા, અમારા રૂમમાં અને દરવાજો બંધ અને પંખા ચાલુ એટલે કંઈ સંભળાયું નહીં. સવારે મારો છોકરો ઉઠ્યો પણ, છોકરા ઉઠ્યા નહીં...અને પેલી ઉઠીને બહાર ફર્યા તેણે શું કર્યું...શું પીવડાવેલું, કઈ રીતે માર્યા, એ અમને જરાય નથી ખબર એમ,મારા છોકરાને પણ ખબર નથી

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના પતિનું નિવેદન

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, ‘એ અઠવાડિયાથી તેની મમ્મીના ઘરે હતી. કાલે આવ્યા અને મેં તેનો મોબાઈલ જોયો તો તેમાં તેના ફ્રેન્ડના ઘણા ટેક્સ્ટ મેસેજ હતા, તેણે વાતો પણ કરેલી હતી...એ મારી આગળ જૂઠું બોલી, એણે કહ્યું મેં એક જ મિનિટ વાત કરી હતી પણ હકીકતમાં તેણે ઘણી વાતો કરી હતી..તેમાં તેના ફ્રેન્ડના ફોટા પણ હતા મે તેને આ વિશે ઠપકો આપ્યો તો તેણે મને કહ્યું કે મારે તો ઘણા સમયથી અફેર ચાલે છે..એમ બોલીને તે રોષે ભરાઈ હતી અને કદાચ તેણે પોતાની રીસ બાળકો પર આ રીતે ઉતારી હોઈ શકે’

Image Gallery