ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો: નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે તમામ મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ(AMC)ના પ્રથમ નાગરિક એટલે કે મેયર બનવાનું બહુમાન થલતેજ વૉર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને મળ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)
ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવા પદાધિકારીઓની ટીમ સજ્જ થઈ ગઈ છે:
મેયર: હિતેશ બારોટ (થલતેજ વૉર્ડ)
ડેપ્યુટી મેયર: અંજુબહેન શાહ (સાબરમતી વૉર્ડ)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વૉર્ડ)
શાસક પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર (શાહીબાગ વૉર્ડ)
દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વૉર્ડ)
જામનગર મહાનગરપાલિકા
જામનગર મનપામાં પણ નવી ટીમના નામો પર મહોર લગાવી દેવામાં આવી છે:
મેયર: મોનિકા વ્યાસ
ડેપ્યુટી મેયર: રાકેશ ડેર
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિરણ મોનાણી
શાસક પક્ષના નેતા: અમર મોદી
દંડક: પ્રવિણાબહેન રૂપડિયા
મોરબી મહાનગરપાલિકા
મોરબીના પ્રથમ નાગરિક તરીકે વૉર્ડ નંબર 8ના કોર્પોરેટરની પસંદગી કરાઈ છે:
મેયર: ઉત્તમ સુરાણી (વૉર્ડ નંબર 8)
ડેપ્યુટી મેયર: ચિરાગ રાણપરા (વૉર્ડ નંબર 6)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: જયંતીભાઈ પડસુંભિયા (વૉર્ડ નંબર 1)
શાસક પક્ષના નેતા: અર્પિતાબા જાડેજા
દંડક: જયેશભાઈ દેસાઈ
નવસારી મહાનગરપાલિકા
નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે:
મેયર: અશોક ધોરાજીયા (વૉર્ડ નંબર 2)
ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ (વૉર્ડ નંબર 1)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ (વૉર્ડ નંબર 5)
શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત (વૉર્ડ નંબર 8)
દંડક: રાકેશ પટેલ (વૉર્ડ નંબર 7)
ગાંધીધામ મહાનગરપાલિકા
કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામ મનપાના સુકાનીઓ પણ નક્કી થઈ ગયા છે:
મેયર: દિવ્યા નાથાણી
ડેપ્યુટી મેયર: નવીન જરૂં
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ
શાસક પક્ષના નેતા: ભરત મીરાણી
દંડક: સુરેશ ઘુવા
મહેસાણા મહાનગરપાલિકા
મહેસાણા મનપાના સુકાનીઓ તરીકે ભાજપે ઉત્તર ગુજરાતના સમીકરણો સાધીને નવી ટીમ મેદાનમાં ઉતારી છે:
મેયર: સોનલ ઓઝા (વૉર્ડ નંબર 11)
ડેપ્યુટી મેયર: રમેશ રાજપૂત (વૉર્ડ નંબર 12)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: દીપક પટેલ (વૉર્ડ નંબર 5)
શાસક પક્ષના નેતા: વિશાલસિંહ ઠાકોર
દંડક: અનિલ દેસાઈ
નડિયાદ મહાનગરપાલિકા
નડિયાદ મનપાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને ફાળે ગયું છે:
મેયર: મનીષ પટેલ (વૉર્ડ નંબર 11)
ડેપ્યુટી મેયર: કલ્પેશ રાવળ (વૉર્ડ નંબર 9)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરાગ બ્રહ્મભટ્ટ (વૉર્ડ નંબર 5)
શાસક પક્ષના નેતા: મેઘના વિકાસકુમાર શાહ (વૉર્ડ નંબર 7)
દંડક: પુષ્પા પરમાર (વૉર્ડ નંબર 5)
પોરબંદર મહાનગરપાલિકા
ગાંધીભૂમિ પોરબંદર મનપાના પ્રથમ નાગરિક તરીકે સાગર મોદીના નામ પર મહોર મારવામાં આવી છે:
મેયર: સાગર મોદી (વૉર્ડ નંબર 9)
ડેપ્યુટી મેયર: મનીષ શિયાળ (વૉર્ડ નંબર 8)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: વિક્રમ ઓડેદરા (વૉર્ડ નંબર 9)
શાસક પક્ષના નેતા: હર્ષદ બામણીયા (વૉર્ડ નંબર 5)
દંડક: ક્રિષ્ના કોઠીયા (વૉર્ડ નંબર 11)