ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા:મર્યા પછી લાશ પરિવારને સોંપવા હુકમ, પીડિતાને 10 લાખનું વળતર અપાશે; સાડા પાંચ મહિનામાં સજા સંભળાવાઈ
ગાંધીનગરના સેક્ટર-24ના ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે માત્ર સાડા પાંચ મહિનામાં જ ચૂકાદો સંભળાવ્યો છે. આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો.
પરિવાર પાસે પહોંચી ને આરોપીના પાપનો પર્દાફાશ થયો હતો પરંતુ થોડીવાર બાદ તે ફરીથી એ ચેક કરવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકીની હિંમત અને કુદરતી કરામતને કારણે હોશમાં આવતા જ તે લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ અને સમગ્ર પાપનો પર્દાફાશ થયો હતો.
પોલીસે આરોપીને 5 દિવસમાં દબોચી લીધો હતો આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.
આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારાઈ આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપી જેલમાં મર્યા પછી જ લાશ પરિવારને સોંપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને 5 દિવસમાં દબોચી લીધો હતો આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.
પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી ને 3 રાઉન્ડ ફાયરિંગ બાદમાં જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી. આ સમયે પોલીસે આત્મરક્ષણ અને નરાધમને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટના બાદ તેને સિવિલમાં સારવાર આપી રિમાન્ડ મેળવાયા હતા.
'રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી' આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSLની મદદથી અમે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી છે. હવે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કોર્ટને વિનંતી કરવામાં આવશે જેથી આરોપીને કડકમાં કડક સજા થાય.