Loading...

IPLની ફાઈનલ જોવા પડાપડી, બ્લેકમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ:3500ની ટિકિટના 15 હજાર, પ્રેસિડેન્ટમાં 50 હજારથી શરૂઆત, અમદાવાદમાં મેચ જોવા આવો તો આ જગ્યાએ પાર્કિંગ કરી શકશો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે 31 મેના IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને IPLની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત 3 હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ.10થી 15 હજારમાં સુધી વેચાઈ રહી છે.

જ્યારે લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો 50 હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. બ્લેક માર્કેટમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ બોલાઈ રહ્યા છે. મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, છતાં મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે.

મેચ જોવા માટે એક લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં આવે એવી શક્યતા છે, ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. SHOW MY PARKING એપ-વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરાવી શકાશે. ટુ વ્હીલરના 120 અને ફોર વ્હીલરના 500 રૂપિયા ચાર્જ લેવાશે. 9 જનરલ અને 2 VIP પાર્કિંગ રાખવામાં આવશે.

રૂ. 50 હજારથી શરૂઆત થાય એક એજન્ટે તો કહ્યું કે, અત્યારે ટિકિટ લઈ લો હજુ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ ભાવ વધશે. પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ તો શરૂ જ રૂ. 50 હજારથી થાય છે.

કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી વેચી મારે કેટલાક કિસ્સામાં લોકો એડવાન્સ કે ટોકન પેમેન્ટ આપી પણ છેતરાય છે. કારણ કે ફ્રોડ હોય તે ઑનલાઇન ટિકિટ બતાવી એડવાન્સ પેમેન્ટ મેળવીને આઇડી અને નંબર બ્લોક કરી દે છે તો કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી હજારો રૂપિયામાં વેચે જે લોકો ખરીદીને મેચ જોવા જાય છે અને જ્યારે ટિકિટ સ્કેન થાય ત્યારે ટિકિટ નકલી હોવાનું જણાય છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમાં ટિકિટનું ઘૂમ વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે-જ્યારે ફાઇનલની મેચ યોજાય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે અનેક પ્રયત્ન કરે છે, પરંતુ ટિકિટ મળતી નથી. કારણકે કાળા બજારિયાઓ પહેલેથી જ ટિકિટનો સંગ્રહ કરીને રાખે છે. રસપ્રદ મેચ હોય તેના 2-3 દિવસ અગાઉથી ટિકિટ વેચવાનું શરૂ કરી દે છે. મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્લેકમાં ટિકિટ વેચાય છે.

એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે એજન્ટો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે. જેમાં શરૂઆતમાં માત્ર ફોટો મૂકીને 'ટિકિટ મળશે' તેવું લખે છે. જે બાદ લોકો જ્યારે ભાવ પૂછે ત્યારે ભાવ કહે છે. મોટાભાગના કેસમાં એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે છે જે બાદ કોઈ જગ્યાએ મળીને ટિકિટ આપી દે છે.

આ વેબસાઈટ પરથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી શકશો IPL 2026 ફાઇનલ મેચ જોવા માટે 1 લાખથી વધારે પ્રેક્ષકો આવવાના હોય ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરવા માટે https://events.showmyparking.com પરથી બુકિંગ કરાવી શકાશે. જ્યારે લોકો ટિકિટ બુક કરતા હોય ત્યારે તેની સાથે પણ પાર્કિંગ બુકિંગ કરાવી શકે છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નજીકના 300 મીટરથી લઈને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. દૂરના પાર્કિંગ સ્થળો જેવા કે ONGC Circle અને Raliway Groundથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી પ્રેક્ષકોને લાવવા-લઈ જવા માટે Show My Parking દ્વારા ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે VIP પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નજીકના 300 મીટરથી લઈને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. દૂરના પાર્કિંગ સ્થળો જેવા કે ONGC Circle અને Raliway Groundથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી પ્રેક્ષકોને લાવવા-લઈ જવા માટે Show My Parking દ્વારા ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે VIP પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ ત્રણ પાર્કિગ બેકઅપ માટે રખાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા નજીક મેચના વાહન પાર્કિંગ માટે ત્રણ બેકઅપ પાર્કિંગના વિકલ્પો ઉપલબ્ધ કરાયા છે. જેમાં સ્ટેડિયમથી સૌથી નજીક (1.3 કિમી) ONGC સર્કલ પાસે AMCનો ફ્રી પ્લોટ-1 છે, જ્યાં 40 ફોર-વ્હીલર અને 500 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય છે. આ સિવાય બે ખાનગી પેઇડ પાર્કિંગના વિકલ્પો પણ છે, જેમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક 2 કિમીના અંતરે 300 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પ્લોટ અને માતૃશ્રી પાર્ટી પ્લોટ પાસે 2.4 કિમીના અંતરે સૌથી વધુ 500 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પાર્કિંગ સામેલ છે.