Loading...

ચેમ્પિયન RCB પર કરોડોનો વરસાદ, રનર-અપ ગુજરાત પણ માલામાલ, જુઓ એવોર્ડ્સની યાદી

 આઈપીએલ 2026 (IPL 2026) ના હાઈવોલ્ટેજ ખિતાબી મુકાબલા બાદ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને ટીમોને કરોડો રૂપિયાની ઇનામી રકમ અને ખાસ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા.

વિજેતા બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને ₹20 કરોડની બમ્પર પ્રાઇઝ મની મળી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાત ટાઇટન્સને ₹12.50 કરોડથી સંતોષ માનવો પડ્યો હતો.

IPL 2026 માં ટોપ ટીમોની પ્રાઇઝ મની

વિજેતા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): ₹20 કરોડ

રનર અપ (ગુજરાત ટાઇટન્સ): ₹12.50 કરોડ

ત્રીજા નંબરની ટીમ (રાજસ્થાન રોયલ્સ): ₹7 કરોડ

ચોથા નંબરની ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ): ₹6.5 કરોડ

ટૂર્નામેન્ટના ખાસ એવોર્ડ્સ (Full List of Awards)

આ સીઝનમાં યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ્સ જીતીને ભારે લાઇમલાઇટ લૂંટી હતી:

ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન): વૈભવ સૂર્યવંશી (776 રન) - ₹10 લાખ

પર્પલ કેપ (સીઝનમાં સૌથી વધુ વિકેટ): કગિસો રબાડા (29 વિકેટ) - ₹10 લાખ

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: વૈભવ સૂર્યવંશી - ₹10 લાખ

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન: ₹15 લાખ

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન: વૈભવ સૂર્યવંશી (Tata Sierra કાર)

સીઝનમાં સૌથી વધુ સિક્સ: વૈભવ સૂર્યવંશી (72 છગ્ગા) - ₹10 લાખ

સીઝનમાં સૌથી વધુ ડોટ બોલ: મોહમ્મદ સિરાજ - ₹10 લાખ

સીઝનનો સર્વશ્રેષ્ઠ કેચ: મનીષ પાંડે - ₹10 લાખ

સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા: સાઇ સુદર્શન (75 ચોગ્ગા) - ₹10 લાખ

ફેર પ્લે એવોર્ડ: પંજાબ કિંગ્સ

પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ: ઈડન ગાર્ડન્સ - ₹50 લાખ

ફાઇનલ મેચના એવોર્ડ્સ (Final Match Awards)

ગુજરાત સામેની ફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને વિરાટ કોહલી અને રસિખ સલામ જીતના હીરો બન્યા હતા. ફાઇનલ મેચમાં નીચે મુજબના એવોર્ડ્સ અપાયા હતા:

પ્લેયર ઓફ ધ મેચ: વિરાટ કોહલી

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ: વેંકટેશ અય્યર

સુપર સિક્સિસ ઓફ ધ મેચ: વિરાટ કોહલી

ઓન ધ ગો-4s ઓફ ધ મેચ: વિરાટ કોહલી

ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: ભુવનેશ્વર કુમાર

IPL 2026: ટોપ-5 બેટર્સ (સૌથી વધુ રન)

વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ): 776 રન

શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ): 732 રન

સાઇ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ): 722 રન

વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 675 રન

હેનરિક ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ): 624 રન

IPL 2026: ટોપ-5 બોલર્સ (સૌથી વધુ વિકેટ)

કગિસો રબાડા (ગુજરાત ટાઇટન્સ): 29 વિકેટ

ભુવનેશ્વર કુમાર (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 28 વિકેટ

જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ): 25 વિકેટ

રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ): 21 વિકેટ

અંશુલ કમ્બોજ (ચેન્નાઈ સુપર કિંગ્સ): 21 વિકેટ