અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું:સ્ટેટ જીએસટીએ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો જપ્ત કર્યો
રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોબાઇલ સ્ક્વોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત 4 કરોડથી વધુ છે.
સ્ટેટ જીએસટીએ 17 મેએ 280 કિલો ચાંદી ઝડપી હતી 17 મેી, 2026ની વહેલી સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત ATSએ 5 કરોડની કિંમતની 180 કિલો ચાંદી ઝડપી પાડ્યું હતું. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ સ્ટેટ જીએસટીએ અમદાવાદથી રાજકોટ જતા 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આમ 12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવ્યું હતું