Loading...

અમદાવાદમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો:500થી વધુ ઝાડા-ઉલટીના કેસ, 30થી 40 લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા- ઉલટીના કેસો વધ્યા. એકસાથે 100 વધુ ઝાડા ઉલટી ના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આસપાસની ખાનગી હોસ્પિટલમાં 30થી 40 લોકો દાખલ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.

500 લોકો બીમાર હોવાનો સ્થાનિકોનો દાવો મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે.

અમે બહારથી પાણી મંગાવીએ છીએ:સ્થાનિક કનુભાઈ

કનુભાઈ પટેલ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારે 700 લોકો અહીંયા બીમાર પડ્યા છે.જનતાનગર પાસે પાણીના લીકેજની કામગીરી દરમિયાન ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે.જેના કારણે રોગચાળો ફેલાયો છે.બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને થોડા દિવસ પહેલા એક બેન આવ્યા હતા એ પણ માત્ર પાણીનું એક ટેન્કર આપવાનું કહી અને જતા રહ્યા હતા.કોઈપણ જવાબદારી ન હોય તેમ ચાર કોર્પોરેટરો છે છતાં પણ અહીંયા આવ્યા નથી.