રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.
ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.
સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.
નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.