હેર ગ્રોથ માટે આ 5 ફૂડ્સ છે સૌથી વધુ અસરકારક !
ગાજર : ગાજરમાં વિટામિન A ભરપૂર હોય છે અને તમે વાળના ગ્રોથ માટે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
પાલક : પાલક વાળ માટે ફાયદાકારક છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આયર્નની ઉણપથી વાળ ખરવા લાગે છે.
અળસી : અળસીના બીજમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર અને ખનિજ તત્વો ભરપૂર હોય છે. તે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.
ડ્રાય ફ્રૂટ્સ - ડ્રાય ફ્રૂટ્સમાં વિટામિન, બાયોટિન, પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે વાળ માટે ફાયદાકારક છે.
આમળા - આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વાળની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. આજ કી ન્યુઝ ચેનલ કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.