આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન ટોળકીનું ષડયંત્ર:છોકરી જોવા સુરત લઈ જાય, દલાલ પૈસા પડાવે, લગ્ન બાદ યુવતી પૈસા લઈ રફુચક્કર, પોલીસ ફરિયાદ ન લેતા DGPને રજૂઆત
ગુજરાત રાજ્યના જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાં અપરણિત તેમજ છૂટાછેડા લીધેલા અને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહેલા નિર્દોષ યુવાનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન અને લેભાગુ દલાલોની સંગઠિત ટોળકી સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. લગ્ન જેવા પવિત્ર બંધનને હથિયાર બનાવીને આ ગેંગ દ્વારા લગ્ન ઉત્સુક યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનું એક મોટું આંતરરાજ્ય નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
દલાલો મારફતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ સાથે યુવકોના લગ્ન કરાવી આપવામાં આવે છે અને ત્યારબાદ મોટી રકમો પડાવીને યુવતીઓ ટૂંક સમયમાં જ પલાયન થઈ જાય છે અથવા તો ઝઘડા કરીને કાયમ માટે પોતાના માવતરે જતી રહે છે. આ મામલે છેતરાયેલા પીડિત યુવાનો દ્વારા પોલીસ સમક્ષ લેખિત અરજીઓ કરવા છતાં પણ સ્થાનિક કક્ષાએ કોઈ પણ પ્રકારની કાયદેસરની એફઆઈઆર દાખલ ન થતાં ભોગ બનનારા યુવાનો ભારે ચિંતામાં મુકાયા છે. અંતે ન્યાયની આશા સાથે આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ ટોળકી વિરુદ્ધ માનવ તસ્કરી સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવાની માગ ઉઠાવવામાં આવી છે.
લગ્ન નક્કી થતાં ટોકન પેટે મોટી રકમ પડાવવામાં આવે છે લગભગ દરેક જિલ્લાની અંદર આવા લેભાગુ દલાલો સક્રિય રહીને લગ્ન કરવા ઈચ્છતા નવયુવાનોની શોધ કરતા હોય છે. ત્યારબાદ યુવાનના પરિવારને કોઈ કન્યા બતાવવામાં આવે છે અને જો પરિવારને કન્યા પસંદ આવી જાય તો પ્રાથમિક તબક્કે ટોકન પેટે મોટી રકમ પડાવવામાં આવે છે. લગ્ન નક્કી થઈ ગયા બાદ લગ્ન કરાવવાના નામે દલાલો દ્વારા 50,000 રૂપિયાથી લઈને 1,50,000 કે તેનાથી વધુની મસમોટી રોકડ રકમ વસૂલવામાં આવે છે. આ ટોળકી પકડાઈ ન જાય તે માટે લગ્ન ખૂબ જ સાદાઈથી કોઈ મંદિર કે કોર્ટમાં કરાર આધારિત કરાવવામાં આવે છે.
કોઈ બહાનું બનાવીને નીકળી જાય છે લગ્ન સંપન્ન થયા બાદ કન્યા થોડા દિવસો સુધી યુવકના ઘરે ખૂબ જ સારી રીતે રહે છે અને ત્યારબાદ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ કોઈના કોઈ બહાના હેઠળ પોતાના માવતરે જવાનું કહીને નીકળી જાય છે. એક વખત માવતરે ગયા બાદ કન્યા પરત આવવામાં નખરા શરૂ કરે છે અને જો કદાચ દબાણ વશ પાછી આવે તો પણ અઠવાડિયું કે 10 દિવસનો સમય વિતાવીને ફરીથી ગમે તેવું નાનું બહાનું કાઢીને પોતાના ઘરે ભાગી જાય છે.
ઘરમાં કકળાટ અને ઝઘડા કરે આ ષડયંત્ર એટલું ઊંડું છે કે જ્યારે યુવકના પરિવારજનો કન્યા જોવા જાય ત્યારે તેના માતા-પિતા તરીકે અલગ વ્યક્તિઓ ઓળખાણ આપે છે અને જ્યારે થોડા દિવસો પછી કન્યાને તેડવા માટે જાય ત્યારે તેના પરિવારના સભ્યો બદલાઈ ગયા હોય છે. આમ આ આખી નકલી સંબંધીઓની ટોળકી જ કાર્યરત હોય છે જે લોહીના સંબંધોના ખોટા નાટકો કરે છે. જો કોઈ કિસ્સામાં કન્યા બહાનું બતાવીને માવતરે જવામાં સફળ ન થાય તો તે યુવકના માતા-પિતા અને પરિવારજનો પર શારીરિક-માનસિક ત્રાસના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કરે છે, ઘરમાં કકળાટ અને ઝઘડા કરે છે જેથી કંટાળીને યુવક પોતે જ તેને તેના ઘરે મૂકી જવા મજબૂર બની જાય.
કન્યા પરત આવતી નથી એક વખત કન્યા પોતાના સ્થાને પહોંચી જાય પછી તે યેનકેન પ્રકારે પરત આવવાની સાફ ના પાડી દે છે. અંતે લાખો રૂપિયા ગુમાવી ચૂકેલા યુવાનોને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થાય છે ત્યારે તેઓ પોલીસના દ્વાર ખખડાવે છે પરંતુ પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધવામાં ન આવતા ન્યાયની પ્રક્રિયા ખોરંભે પડે છે.
કિસ્સો-1.: છોકરી બતાવવાના બહાને સુરત લઈ ગયા માળિયા હાટીના તાલુકાના પિખોર ગામે રહેતા અને વ્યવસાયે ખેતી કરતા પીડિત યુવાન પ્રદીપભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેઓ પોતાના લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક માંગરોળના રહેવાસી સુનિલભાઈ ડાકી સાથે થયો હતો. સુનિલ ડાકી તેમને છોકરી બતાવવાના બહાને સુરત ખાતે લઈ ગયો હતો જ્યાં પ્રદીપભાઈને જાગૃતિ મિસ્ત્રી નામની છોકરી બતાવવામાં આવી હતી. તે સમયે ત્યાં સાધુ મનુભાઈ કનુભાઈ અને તેની બહેન તરીકે ઓળખાવતી જાગૃતિબેન પરમાર પણ હાજર હતા.
ટોકન પેટે પૈસા માંગ્યા છોકરી પસંદ આવી જતાં લગ્નનું નક્કી કરીને તેઓ પરત પીખોર આવ્યા હતા ત્યારે દલાલ સુનિલભાઈએ ટોકન પેટે પૈસાની માંગણી કરી હતી જેથી પ્રદીપભાઈએ ઓનલાઈન માધ્યમથી સુનિલના ખાતામાં 30,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બીજા દિવસે તેઓ ફરીથી સુરત ગયા હતા જ્યાં હાજર મનુભાઈ સાધુએ પૈસાની માંગણી કરતા પ્રદીપભાઈએ અન્ય 1,50,000 રૂપિયા રોકડા આપ્યા હતા જેની નાણાં આપતી વખતની વીડિયો ક્લિપ પણ તેમની પાસે સુરક્ષિત છે.
આ દરમિયાન જાગૃતિની બહેન સ્વાતિબેન પરમારે ફોન પર ખૂબ જ અભદ્ર અને મનફાવે તેવું વર્તન કરીને તેમની દીકરીને તાત્કાલિક સુરત પાછી મૂકી જવાની ધમકી આપી હતી.
20 દિવસ પછી જાગૃત્તિ પાછી આવી પ્રદીપભાઈ જ્યારે છોકરીને મૂકવા સુરત તેના ઘરે પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે તેની માતાને કોઈ પણ પ્રકારની ઇજા કે તકલીફ નહોતી. પ્રદીપભાઈ પરત પોતાના ગામે આવ્યા બાદ કન્યા જાગૃતિ, કનુભાઈ સાધુ અને સુનિલ મિસ્ત્રીને અવારનવાર ફોન કરીને પૂછતા હતા કે જાગૃતિ ક્યારે પરત આવશે ત્યારે તેઓ 5-10 દિવસના વાયદા કરતા હતા અને આખરે 20 દિવસ પછી જાગૃતિ પાછી આવી હતી.
માતા-પિતા સાથે અત્યંત ખરાબ અને અસભ્ય વર્તન કર્યું પરત આવ્યા બાદ જાગૃતિ માત્ર એક જ દિવસ સારી રીતે રહી હતી અને બીજા જ દિવસથી પ્રદીપભાઈ તેમજ તેમના વૃદ્ધ માતા-પિતા સાથે અત્યંત ખરાબ અને અસભ્ય વર્તન કરીને ગેરવર્તન કરવા લાગી હતી. ત્યારબાદ અમે જૂનાગઢ મારી બેનની ઘરે આવ્યા ત્યારે જાગૃતિએ સીસીટીવી કેમેરાની સામે જ પોતાની જાતે પોતાના કપડાં ફાડી નાખ્યા હતા અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગાડીને ફોન કરીને ખોટી જાણ કરી હતી જેના આધારે અભયમની ટીમે આવીને તેનું નિવેદન નોંધ્યું હતું. ત્યાંથી તેઓ ફરી પીખોર ગામે પરત ફર્યા તો જાગૃતિએ ફરીથી કકળાટ કરીને માળિયા પોલીસને બોલાવી લીધી હતી જ્યાં ફરીથી માળિયા પોલીસ દ્વારા તેનું નિવેદન લેવાયું હતું.
નકલી લગ્નનો કરાર કાયદેસર રીતે છૂટો કરવામાં આવે સતત થતી હેરાનગતિથી કંટાળીને પ્રદીપભાઈ કન્યાને લઈને સુરત પહોંચ્યા હતા અને પોતાના આપેલા પૈસા પાછા માંગ્યા ત્યારે ટોળકીના સભ્યો તેમની સાથે ભારે માથાકૂટ અને ઝઘડો કરવા લાગ્યા હતા. પ્રદીપભાઈએ જણાવ્યું કે તેમની સાથે કુલ 1,80,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને 10,000 રૂપિયા વકીલને આપ્યા છે, તેથી તેમની માંગણી છે કે તેમના પૈસા પાછા મળે અને આ નકલી લગ્નનો કરાર કાયદેસર રીતે છૂટો કરવામાં આવે.
કિસ્સો-2.: છોકરી લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈને પલાયન થઈ ગઈ ભોગ બનનાર જૂનાગઢના સ્થાનિક રહેવાસી મનીષભાઈ સોલંકીએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ કુરિયર કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના લગ્ન સંબંધ અર્થે એક પરિચિત વ્યક્તિ મારફતે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે છોકરી જોવા માટે ગયા હતા. ત્યાં લગ્નની વિધિ પતાવીને તેઓ 20 તારીખે માલેગાંવથી જૂનાગઢ આવવા માટે રવાના થયા હતા.
દલાલોએ પૈસા પરત કર્યા નહીં આ ઘટના બાદ તેઓ તાત્કાલિક પરત માલેગાંવ પહોંચ્યા હતા અને ત્યાં લગ્ન કરાવનાર બે મુખ્ય દલાલો અબ્દુલ રહેમાન અને મોહમ્મદ અર્શદ સાથે વાતચીત કરી હતી. આ બંને દલાલોએ શરૂઆતમાં આજકાલમાં રૂપિયા પાછા આપી દેવાની ખાતરી આપીને વાયદાઓ શરૂ કર્યા હતા, પરંતુ અંતે રૂપિયા પાછા આપ્યા નહોતા. જેથી મનીષભાઈએ માલેગાંવના રમજાનપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક સહકાર ન મળતા તેઓ જૂનાગઢ પરત ફર્યા હતા અને હાલ આ સમગ્ર ઠગાઈ મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા માટે લેખિત અરજી દાખલ કરી છે.
દલાલો નાણાં પડાવવાની લાલચમાં ખોટા લગ્ન કરાવીને મોટું કૌભાંડ આચરે છે આ ગંભીર સામાજિક દૂષણ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના મહામંત્રી વી. ટી. સીડાએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેમની પાસે છેલ્લા 3 વર્ષથી લગ્નના નામે છેતરાયા હોય તેવા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અસંખ્ય નવયુવાનો ન્યાયની આશા સાથે આવી રહ્યા છે. સામાજિક કારણોસર કે ઉંમર વધી જવાને કારણે જે યુવાનોના લગ્ન થતા નથી હોતા તેઓ માલેગાંવ, સુરત, નવસારી અને કામરેજ જેવા વિસ્તારોમાં છોકરી જોવા માટે આવા દલાલોનો સંપર્ક કરે છે અને દલાલો નાણાં પડાવવાની લાલચમાં ખોટા લગ્ન કરાવીને મોટું કૌભાંડ આચરે છે.
કિસ્સો-3.: એક યુવક પાસેથી 2.50 લાખ પડાવ્યા હાલમાં જ માળિયા હાટીના તાલુકાના પિખોર ગામના પ્રદીપભાઈ ભાલોડિયાનો કિસ્સો આવ્યો જેમની પાસેથી 2,00,000 રૂપિયા પડાવી લેવાયા છે, તે જ રીતે જૂનાગઢ તાલુકાના વાડાસીમડી ગામના ધવલભાઈ સતાસિયા પાસેથી પણ લગ્નના નામે દલાલોએ 2,50,000 રૂપિયા પડાવી લીધા છે અને જૂનાગઢના મનીષભાઈ સો