Loading...

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં 'નંબર-2'! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી બળવો કરનારા સિનિયર સાંસદ સુદીપ બેનરજી આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બને તેવી પ્રબળ શક્યતા છે. હાલમાં જ TMCના બળવાખોર સાંસદો એક નવી રાજકીય પાર્ટી 'NCPI'માં જોડાયા છે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આ વિલય (મર્જર)ને સત્તાવાર મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. સુદીપ બેનરજી અગાઉ મમતા બેનરજીના ખૂબ જ વફાદાર નેતા હતા અને તેઓ અગાઉની યુપીએ-2 સરકારમાં પણ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.

શર્મિલા સરકારને પણ મળી શકે છે મંત્રી પદ

રાજકીય ચર્ચાઓ મુજબ, બર્ધવાન પૂર્વ બેઠકના બળવાખોર સાંસદ શર્મિલા સરકારને પણ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના (જૂનિયર) મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, આ અંગે શર્મિલા સરકારે પોતે અજાણતા વ્યક્ત કરી છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આ બધી વાતો માત્ર મીડિયામાં ચાલી રહી છે, મને હજુ સુધી પક્ષ તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી.'