વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 184/3
15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટ્રાઈ-નેશન સિરીઝમાં અફઘાનિસ્તાન-A સામે 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલા હતા.
ત્રણ કેચ છૂટ્યા હોવા છતાં વૈભવ કેચ આઉટ થયો. તેને ફરીદૂન દાઉદઝઈએ આઉટ કર્યો. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. અગાઉ, આ મેચમાં વૈભવ સૂર્યવંશીના કેચ પર વિવાદ થઈ ગયો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પોઇન્ટ પર ફરીદૂને તેનો કેચ પકડ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. કોમેન્ટરી કરી રહેલા એક્સપર્ટે આને ખોટું ગણાવ્યું. કોમેન્ટરી અનુસાર વૈભવને બેનિફિટ ઑફ ડાઉટ મળ્યો.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 28 ઓવરમાં 184/3 છે. ટીમ તરફથી કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્ર ક્રિઝ પર છે.
ઋતુરાજ ગાયકવાડ 30 રન બનાવીને આઉટ થયો. તેને અબ્દુલ્લા અહમદઝઈએ વિકેટકિપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો.
પ્રિયાંશ આર્યએ ફિફ્ટી ફટકારી
24 વર્ષના ભારતીય ઓપનર પ્રિયાંશ આર્યાએ લિસ્ટ-A કરિયરની ચોથી ફિફ્ટી ફટકારી. તે 42 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. તેણે વૈભવ સૂર્યવંશી સાથે 75 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.
વૈભવ સિરીઝમાં ફેલ, એક પણ ફિફ્ટી ન ફટકારી શક્યો
વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં. તે આ સિરીઝની 4 મેચમાં માત્ર 117 રન જ બનાવી શક્યો. આ સિરીઝમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રન રહ્યું હતું