રોજની રોટલીમાં ઉમેરો આ 5 લોટ, મળશે અનેક સ્વાસ્થ્ય લાભ !
બાજરીનો લોટ : બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે પાચનમાં સુધારો કરી શકે છે. જેમને ગેસની સમસ્યા હોય તે લોકો માટે તે બાજરી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.
ઓટ્સનો લોટ : ઓટ્સના લોટમાં ડાયેટરી ફાઈબર વધુ હોય છે. તેનાથી તે સરળતાથી પચી જાય છે. ઓટ્સના લોટની રોટલી ખાવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
રાગીનો લોટ : રાગી ફાઇબરથી ભરપૂર એક સ્વસ્થ અનાજ છે. જે તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. તમે દિવસના કોઈપણ ભોજનમાં રાગીનો સમાવેશ કરી શકો છો.
જ્વારનો લોટ : જુવારમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તમે તેને અન્ય લોટ સાથે મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.