Loading...

સુરતમાં નવા બનતા બ્રિજનો નમેલો ગર્ડર તોડી પડાયો:રેલવે અધિકારીનો ખુલાસો, કહ્યું- વીડિયો દોઢ મહિના જૂનો; સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે બેન્ડ થયો હતો, નવો નખાશે

સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણ હેઠળના બ્રિજનો એક ગર્ડર તૂટી પડ્યાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેની સત્યતા તપાસવા કરવા દિવ્ય ભાસ્કર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જેમાં આ વીડિયો દોઢ મહિનો જૂનો હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું છે કે, વાઇરલ થઈ રહેલો આ વીડિયો અહીંનો નથી, પરંતુ આશરે દોઢ મહિના જૂનો છે. પીલરની ઉપર જે ગર્ડર રાખવામાં આવ્યો હતો, તેનું ટેમ્પરરી સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગર્ડર એકાએક બેન્ડ થઈ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે તેને તોડી પાડીને ત્યાંથી સંપૂર્ણપણે ડિસ્મેન્ટલ (દૂર) કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ જગ્યાએ નવો ગર્ડર કાસ્ટ કરીને બેસાડવામાં આવશે.

ડ્રોઈંગ ચેન્જ થવાને કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે: હેમંત અગ્રવાલ અધિકારી હેમંત અગ્રવાલ (સ્ટ્રક્ચર DPM)એ જણાવ્યું હતું કે, ડ્રોઈંગ ચેન્જ થવાને કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે અને હવે જે કંઈ પણ કામ થશે તે રિવાઈઝ ડ્રોઈંગના હિસાબથી જ કરવામાં આવશે.પીલર વચ્ચેના ગડર તૂટ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો અંગે સ્પષ્ટતા કરી કે એવું કંઈ જ

જ્યારે અન્ય અધિકારી રાહુલ રાઘવ (લાયઝન મેનેજર) જણાવે છે કે ગર્ડર તૂટ્યો નથી. પરંતુ એઝ પર ડ્રોઈંગ જ કામ આગળ વધારવા માટે તેને ડિસ્મેન્ટલ કરવામાં આવી રહ્યો છે. પત્રકાર જ્યારે તેમને મોબાઈલમાં વાયરલ વીડિયો બતાવીને પૂછે છે કે આ તેમના જ પીલર જેવો દેખાય છે અને આ અંગે તેમનું શું કહેવું છે.

જ્યારે અન્ય અધિકારી રાહુલ રાઘવ (લાયઝન મેનેજર) જણાવે છે કે ગર્ડર તૂટ્યો નથી. પરંતુ એઝ પર ડ્રોઈંગ જ કામ આગળ વધારવા માટે તેને ડિસ્મેન્ટલ કરવામાં આવી રહ્યો છે. પત્રકાર જ્યારે તેમને મોબાઈલમાં વાયરલ વીડિયો બતાવીને પૂછે છે કે આ તેમના જ પીલર જેવો દેખાય છે અને આ અંગે તેમનું શું કહેવું છે.નથી, ડ્રોઈંગ બદલાવાને કારણે તેને હટાવવો જ પડે અને આમાં કોઈની બેદરકારી નથી.