દુનિયામાં પહેલી વખત Ai ચેટબોટે કોર્ટમાં વકીલને હરાવ્યો, જીત્યો 8.79 લાખ રુપિયાનો કેસ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સે કાનુન ક્ષેત્રે શાનદાર કામ કર્યું છે. દુનિયામાં પહેલી વખત એક એઆઈ ચેટબોર્ટે કોર્ટમાં વકીલને હરાવી અંદાજે 8.79 લાખ રુપિયાનો કેસ જીત્યો છે. આ સુનાવણી બ્રિટેનમાં થઈ હતી. અહી એઆઈ પાવર્ડ લો ફર્મે વકીલનો મુકાબલો કર્યો હતો. ગારફીલ્ડ એઆઈ નામના લીગલ ચેટબોટે અંદાજે 7 હજાર પાઉન્ડનો નાનકડો કેસ જીત્યો છે.આ વાત ભવિષ્ય માટે પાયો નાખી શકે છે. જેમાં AI ચેટબોટ્સ કોર્ટ કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેશે.
AIએ ફક્ત 50,000 રૂપિયા ચાર્જ કર્યા
મોટાભાગના લોકોના મનમાં સવાલો આવ્યા હશે કે, એઆઈને કેવી રીતે કેસ જીત્યો અને કેટલો ચાર્જ લીધો હશે. રિપોર્ટ અનુસાર ગારફીલ્ડ એઆઈ તામીરેસ શાનદાર તાકીદિર નામના એક ફ્રીલાન્સ એઆરનો કેસ લડ્યો છે.