Loading...

2 જુલાઈ બાદ ધોધમાર વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર, આજની તારીખે રાજ્યમાં 80 ટકા વરસાદની ઘટ

જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતા રાજ્યમાંથી વરસાદ ગાયબ છે. જો કે, 2 જુલાઈ બાદ રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ સિઝનના વરસાદની વાત કરીએ તો આજની તારીખે 80 ટકાની ઘટ વર્તાઈ રહી છે.

આજે 29 જૂને વહેલી સવારથી વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ગઈકાલે 28 જૂને સાંજે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં જેસર તાલુકામાં દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણ બંધ થયો હતો.

આજે દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશમાં છુટાછવાયા સ્થળે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે વાદળીયું વાતવરણ રહેશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

2 જુલાઈથી રાજ્યમાં વરસાદની જોર વધશે હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં રાજયમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી શક્યતા છે. 2 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 5 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજની તારીખે રાજયમાં 80 ટકા વરસાદની ઘટ હવામાન વિભાગના મતે રાજ્યમાં આજની તારીખે 80 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સરેરાશ 104 મીમી વરસાદ વરસવો જોઈતો હતો તેની જગ્યાએ અત્યાર સુધીમાં ફક્ત 18 મીમી જ નોંધાયો છે.

વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ વલસાડ શહેર સહિત જિલ્લામાં આજે 29 જૂને સોમવારે ધીમી ગતિએ વરસાદનું આગમન થયું હતું. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.
વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

વરસાદથી ખેતીકામને વેગ મળશે હવામાન વિભાગના આંકડા મુજબ, ઉમરગામ તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન 46 મિલીમીટર ( બે ઈંચ ) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની શરૂઆત થતાં જ જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ડાંગરના પાક માટે ધરું રોપવાની કામગીરી સહિત અન્ય કૃષિ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો છે. ખેડૂતોના મતે, આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેતી માટે વધુ અનુકૂળ સ્થિતિ સર્જાશે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આનાથી ખેડૂતોમાં આશા જાગી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદની શરૂઆતથી જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધી રહી છે.

3 દિવસ બાદ ઘટશે મહત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદના દિવસોમાં સમગ્ર વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં આશરે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

ગરમી અને ભેજથી અકળામણ રહેશે 28 જૂને મહતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટ 41.1 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ગરમ રહ્યું હતું. જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. તો સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ઉકળાટ અનુભવાશે. તેથી ગરમી અને ભેજને કારણે અકળામણ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ, 6 રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ

 

ચોમાસાએ 24 જૂન સુધીમાં દેશના 22 રાજ્યોને આવરી લીધા છે, પરંતુ છેલ્લા દિવસથી તેની ગતિ ધીમી પડી છે. તે મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગળ વધી શક્યું નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત 6 રાજ્યોના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે.વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.વાંચો સંપૂર્ણ સમાચાર

અપડેટ્સ

 
16 મિનિટ પેહલા
  •  
  •  
  •  
ભાવનગરના બગદાણા, મોણપરમાં વરસાદ

ભાવનગર જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. મહુવા તાલુકાના બગદાણા અને મોણપર ગામમાં આજે 29 જૂને બપોર બાદ વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ બદલાતા વરસાદનું આગમન થયું છે. ગામડાઓમાં વરસાદની ખૂબ જ જરૂરિયાત છે તેવામાં જો આ જ પ્રમાણે મેઘરાજાના આશીર્વાદ બન્યા રહશે તો ખેડૂતોને ખેતીમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે.

<video poster="https://videos.bhaskarassets.com/2026/06/29/whatsapp-video-2026-06-29-at-32633-pm-1_1782728094/mp4/video_thumb.jpg" preload="none" width="300" height="150"></video>
 
 
<video poster="https://videos.bhaskarassets.com/2026/06/29/whatsapp-video-2026-06-29-at-32631-pm_1782728111/mp4/video_thumb.jpg" preload="none" width="300" height="150"></video>
 
 
<video preload="metadata" width="300" height="150"></video>
 
 
<video preload="metadata" width="300" height="150"></video>